Home> Sports
Advertisement
Prev
Next

સાથે ફોટો પડાવ્યો...પણ વર્લ્ડ કપને PM મોદીએ કેમ ન લગાવ્યો હાથ? Video Viral

Video Viral: રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ભારત પરત ફરી ત્યારે ટીમ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. આ ખાસ બેઠકની તસવીર બહાર આવતાં જ પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો હતો.

સાથે ફોટો પડાવ્યો...પણ વર્લ્ડ કપને PM મોદીએ કેમ ન લગાવ્યો હાથ? Video Viral

Team India Viedo Viral: ટીમ ઈન્ડિયા ગુરુવારે સવારે બાર્બાડોસથી ભારત પરત ફરી છે. રોહિત બ્રિગેડે સૌપ્રથમ પીએમ મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી, જ્યાં BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ પણ હાજર હતા. પીએમ મોદીએ બાર્બાડોસથી તેમના આગમન પર રોહિત શર્માની આગેવાની હેઠળ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનું તેમના નિવાસ સ્થાને આયોજન કર્યું હતું.
 

fallbacks

 

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત ભારતીય ટીમના સભ્યોએ પીએમ મોદી સાથે વાત કરી. ટીમે વડાપ્રધાનને T20 વર્લ્ડ કપની ટ્રોફી પણ બતાવી. આ દરમિયાન એક તસવીર સામે આવી હતી જેમાં પીએમ મોદી ટ્રોફી સાથે ઉભા હતા પરંતુ તેમણે ટ્રોફીને હાથ નથી લગાવ્યો.
 

 

વાસ્તવમાં પીએમ મોદીએ ટીમ ઈન્ડિયા અને વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો. આ દરમિયાન એક તરફ રોહિત શર્મા અને બીજી તરફ રાહુલ દ્રવિડ હાજર હતો. આ દરમિયાન રોહિત અને રાહુલે ટ્રોફી પકડી હતી, જ્યારે પીએમ મોદીએ બંનેનો હાથ પકડી રાખ્યો હતો. આ તસવીરની ખાસ વાત એ હતી કે પીએમ મોદી પોતે ટ્રોફી હાથ પણ નહોતો લગાવ્યો. તેમણે ખેલાડીઓને પણ કહ્યુંકે, આ ટ્રોફી ભારતના ચેમ્પિયન ખેલાડીઓની છે અને એમના હાથમાં જ શોભે.

મુંબઈમાં ટીમ ઈન્ડિયાનો રોડ શોઃ જુઓ શાનદાર વીડિયોઃ
 

 

સોશિયલ મીડિયા પર આ તસવીર આવતાની સાથે જ લોકો પીએમના વખાણ કરવા લાગ્યા. લોકો કહે છે કે માત્ર ચેમ્પિયન ખેલાડીઓ પાસે ટ્રોફી હોવી જોઈએ અને પીએમ મોદીએ યોગ્ય કર્યું છે. હાલમાં, પીએમ મોદીને મળ્યા પછી, BCCIએ લખ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ આજે ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળી. સર, તમારા પ્રેરણાદાયી શબ્દો અને ટીમ ઈન્ડિયાને આપેલા અમૂલ્ય સમર્થન માટે અમે તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More