Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup માં આ 4 ટીમ પહોંચશે સેમિફાઇનલમાં, પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી


આકાશ ચોપડાએ સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ સેશન દરમિયાન જણાવ્યું કે, તે કઈ-કઈ ચાર ટીમો છે જે આ વખતે સેમિફાઇનલમાં જવાની દાવેદાર છે. 

T20 World Cup માં આ 4 ટીમ પહોંચશે સેમિફાઇનલમાં, પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2021નો પ્રારંભ 17 ઓક્ટોબરથી UAE ની ધરતી પર થવા જઈ રહ્યો છે. આઈસીસીની આ મેગા ઇવેન્ટ પહેલા વિશ્વભરના ક્રિકેટ નિષ્ણાંતો મોટી-મોટી ભવિષ્યવાણી કરી રહ્યાં છે. પૂર્વ ભારતીય ઓપનર અને કોમેન્ટ્રેટર આકાશ ચોપડાએ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચનાર 4 મોટી દાવેદાર ટીમોના નામ જણાવ્યા છે. 

fallbacks

ટી20 વિશ્વકપમાં આ 4 ટીમ હશે સમિફાઇનલિસ્ટ
આકાશ ચોપડાએ સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ સેશન દરમિયાન જણાવ્યું કે, તે કઈ-કઈ ચાર ટીમો છે જે આ વખતે સેમિફાઇનલમાં જવાની દાવેદાર છે. આકાશ ચોપડાની આ ચાર ટીમોમાંથી ત્રણ ટીમો પાછલા વિશ્વકપની સેમિફાઇનલમાં પણ પહોંચી હતી. આકાશ ચોપડાએ જણાવ્યુ કે ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનની ટીમ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ 2માં છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ ગ્રુપ-1માં છે. આકાશ ચોપડાએ ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોને નજરઅંદાજ કરી છે. 

17 ઓક્ટોબરથી શરૂ થશે ટી20 વિશ્વકપ
ICC T20 World Cup નું આયોજન 17 ઓક્ટોબરથી યૂએઈમાં થશે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો 14 નવેમ્બર રમાશે. આઈપીએલ પૂરી થયા બાદ ટી20 વિશ્વકપની શરૂઆત થવાની છે. 

આ પણ વાંચોઃ Ravi Shastri બાદ કોણ બનશે Team India ના કોચ? જાણો BCCI અધ્યક્ષ ગાંગુલીએ શું કહ્યું

ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં
ટી20 વિશ્વકપ 2021માં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે. મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાન બંને એક ગ્રુપમાં છે. ભારતનો ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ જીતનો રેકોર્ડ 5-0નો છે. ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં હોવાથી બંને વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. છેલ્લે 2016ના વિશ્વકપ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો. 

ભારતના ગ્રુપમાં આ ટીમ સામેલ 
ટૂર્નામેન્ટના શરૂઆતી રાઉન્ડ માટે ટીમોને બે ગ્રુપમાં વેચવામાં આવી છે. ગ્રુપ-1માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાને જગ્યા મળી છે. તો ગ્રુપ-2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ છે. આ સિવાય બંને ગ્રુપમાં બે-બે ક્વોલિફાયર્ટ ટીમ આવશે. 

ટી20 વિશ્વકપ 2021ના ગ્રુપ આ પ્રકારે છે
રાઉન્ડ-1

ગ્રુપ એઃ શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નામીબિયા.
ગ્રુપ-બીઃ બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગુએના અને ઓમાન.

સુપર -12:
ગ્રુપ 1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2
ગ્રુપ 2: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A2 અને B1.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More