Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડ કપ 2019: બાંગ્લાદેશ માટે ખરાબ સમાચાર, તમીમ ઇકબાલ ઈજાગ્રસ્ત

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ક્રિકેટ વિશ્વકપની સિઝન-12ની શરૂ થવાની સાથે વિભિન્ન ટીમોના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. 
 

વર્લ્ડ કપ 2019: બાંગ્લાદેશ માટે ખરાબ સમાચાર, તમીમ ઇકબાલ ઈજાગ્રસ્ત

લંડનઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ક્રિકેટ વિશ્વકપની 12મી સિઝન શરૂ થવાની સાથે વિભિન્ન ખેલાડીઓને ઈજા થવાની પણ શરૂ થઈ ગઈ છે. આ યાદીમાં નવું નામ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ઓપનર તમીમ ઇકબાલનું. તમીમની ઈજાને કારણે બાંગ્લાદેશની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2 જૂને વિશ્વકપના પોતાના પ્રથમ મેચ પહેલા નેટ પ્રેક્ટિસમાં તમીમ ઇકબાલને કાંડામાં ઈજા થઈ હતી. 

fallbacks

તમીમના કાંડાનો થશે એક્સ-રે
પ્રેક્ટિસ દરમિયાન કાંડા પર બોલ લાગ્યા બાદ ડાબા હાથના આ અનુભવી બેટ્સમેનને ડ્રેસિંગ રૂમમાં લાવવામાંઆવ્યો હતો. ફિઝિયો થિહાન ચંદ્રમોહને તેની ઈજાનું નિરીણક્ષ કર્યું હતું. હવે ટીમ મેનેજમેન્ટે તમીમના કાંડાનો એક્સ રે કરાવવાની વાત કરી છે. ત્યારબાદ ખ્યાલ આવશે તેની ઈજા કેટલી ગંભીર છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પસંદગીકાર હબીબુલ બશરે કહ્યું, અત્યારે કશું કહી શકાય તેમ નથી પરંતુ અમે એક્સ રે કરાવશું અને તેમાં ફ્રેક્ચર થયું તો રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. 

વાંચો વિશ્વકપના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More