Tamim Iqbal : બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને સોમવારે ઘરેલુ ક્રિકેટ મેચ દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 36 વર્ષીય તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગમાં 50 ઓવરની મેચમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબનું નેતૃત્વ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. તમીમ ઈકબાલે મેચ પહેલા ટોસમાં ભાગ લીધો હતો, પરંતુ બાદમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પહેલા મેદાન પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ઈરફાન પઠાણનું કોમેન્ટ્રી પેનલમાંથી કેમ કપાયું પત્તુ ? ચોંકાવનારું કારણ આવ્યું બહાર
તમીમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ ડૉક્ટર દેબાશિષ ચૌધરીએ કહ્યું, તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની તપાસ કરવામાં આવી અને ઈસીજી કરવામાં આવ્યું. પ્રથમ બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં આ સમસ્યા સામે આવી છે. તેણે તમીમ ઈકબાલ કહ્યું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે અને ઢાકા પરત જવા માંગે છે.
🚨 Cricket Shocker!
Tamim Iqbal suffers a heart attack during a Dhaka Premier League match today. Wishing him a speedy recovery! 🙏#TamimIqbal #DPL pic.twitter.com/p6YHPu5Du8
— Cricketik 24×7 (@cricketik247) March 24, 2025
હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
ટીમના અધિકારી તારીકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, તેની ઢાકાની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને બાંગ્લાદેશી જનતાને તેના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા આગ્રહ કરવામાં આવ્યો છે. સમજી શકાય છે કે તમીમ ઈકબાલનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને તેના હૃદયમાં એક સ્ટેન્ટ મૂકવામાં આવશે.
બીસીબીના સભ્યો તમીમ ઈકબાલને મળવા ગયા
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેની સુનિશ્ચિત બોર્ડ મીટિંગ રદ કરી છે, જેમાં બોર્ડના ઘણા સભ્યો હોસ્પિટલમાં તમીમ ઇકબાલની મુલાકાતે આવ્યા હતા. તમીમ ઈકબાલે 2007 થી 2023 સુધી તમામ ફોર્મેટમાં બાંગ્લાદેશ માટે 391 મેચ રમી છે. તમીમ ઈકબાલે 15,000 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે અને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર એકમાત્ર બાંગ્લાદેશી બેટ્સમેન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે