Champions Trophy 2025 Semi Final Ind vs Aus: ચેમ્પિયન્સ ટ્રોફી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ટૂર્નામેન્ટમાં ટોપની ચાર ટીમો આમને સામને છે. પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે જ્યારે બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ICCની વધુ એક ટૂર્નામેન્ટ જીતવા માટે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા જેવી ખતરનાક ટીમ પર વિજય મેળવવો પડશે. દુબઈની ધરતી પર ભારતીય ટીમ પોતાના સ્પિનરોના આધારે વધુ મજબૂત દેખાઈ રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક એવો સ્પિનર છે જે ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી બની શકે છે.
કપિલ શર્મા સાથે કનેક્શન, પરદાદા હિન્દુ....આ પાકિસ્તાની ક્રિકેટરે ખોલ્યું મોટું રહસ્ય
ઓસ્ટ્રેલિયા ટીમમાં ભારતીય સ્પિનર
તનવીર સંઘા પણ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ છે. તનવીર સંઘા લેગ સ્પિન બોલર છે અને દુબઈની ધીમી વિકેટ પર ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ તેને પ્લેઈંગ 11માં પસંદ કરી શકે છે. સંઘાને એડમ ઝમ્પાના સાથીદાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
ભારત સાથે કનેક્શન
તનવીર સંઘાનો જન્મ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં થયો હતો. પરંતુ તેના પિતા જોગા સંઘા ભારતીય છે. તે પંજાબના જોગાના રહેવાસી છે. જોકે, 1997માં તનવીરના પિતા ભારત છોડીને ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા અને તેમણે ત્યાં ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. તનવીરની માતાનું નામ ઉપનીત છે અને તે વ્યવસાયે એકાઉન્ટન્ટ છે. તનવીર સંઘા ઘણી વખત ભારતની મુલાકાતે આવે છે, તેમનો પરિવાર ભારતમાં રહે છે. પરંતુ ક્રિકેટ પર ધ્યાન આપવાના કારણે તે છેલ્લા કેટલાક સમયથી ભારત આવી શક્યો નથી.
વરુણ ચક્રવર્તી નહીં, પણ આ ખેલાડી હતો 'મેન ઓફ ધ મેચ'નો અસલી દાવેદાર
ઓસ્ટ્રેલિયામાં તનવીર સંઘાનું યોગદાન
તનવીર સંઘાએ વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 3 વનડે અને 7 ટી20 મેચ રમી છે. વનડેમાં તેણે 2 વિકેટ લીધી છે, તો ટી20માં તેની 10 વિકેટ છે. તનવીર સંઘા પહેલા અન્ય એક ભારતીય ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે અને તેનું નામ ગુરિન્દર સિંહ સંધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે