મેડ્રિડઃ પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ટેક્સ ચોરીના મામલામાં સ્પેનની કોર્ટે 23 મહિનાની સજા સંભળાવી હતી. પરંતુ તેના ફેન્સ રાહતનો શ્વાસ લઈ શકે છે કારણ કે, આ એક સસ્પેન્ડેટ સજા છે જે મુજબ રોનાલ્ડોએ જેલ જવુ પડશે નહીં. સ્પેનના કાયદા પ્રમાણે પ્રથમવાર અહિંસક ગુનો કરનારા લોકોને આપવામાં આવેલી 2 વર્ષ સુધીની સજા જજ દ્વારા સસ્પેન્ડ કરી શકાય છે.
આ સસ્પેન્સન સજા માટે રોનાલ્ડોએ 19 મિલિયન યૂરો એટલે કે આશરે 154 કરોડ રૂપિયાનો દંડ ચુકવવાનું કબૂલ કર્યું છે. રોનાલ્ડો હાલમાં ઇટાલીના યુવેન્ટ્સ ક્લબ માટે રમી રહ્યો છે. ઇટાલીની આ ક્લબ સાથે જોડાયા પહેલા પોર્ટુગલનો ફુટબોલર સ્પેનની ક્લબ રિયલ મેડ્રિડ ક્લબ માટે રમતો હતો.
શમીએ બનાવ્યો રેકોર્ડ, સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો
રોનાલ્ડોએ સ્પેનના ટેક્સ ડિપાર્ટસમેન્ટ સાથે 154 કરોડ રૂપિયાનો દંડ ચુકવવાની ડીલ કરીને પોતાને જેલ જતો બચાવ્યો છે. રોનાલ્ડો પર આરોપ હતો કે તેણે સ્પેન બહાર વર્ષ 2011-14 વચ્ચે બેનામી કંપનિઓ બનાવીને ઇમેઝ રાઇટ્સથી થનારી કમાણી પર 14.7 મિલિયન યૂરો એટલે કે આશરે 118 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે