નવી દિલ્હી: આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. કેકેઆરએ આ સીઝનમાં 3 મેચ રમી છે જેમાંથી 2માં જીત મેળવી છે. એક બાજુ ટીમ પોતાની રમતના કારણે ચર્ચામા છે તો બીજી બાજુ ટીમનો ઘાતક ઓલરાઉન્ડર વ્યંકટેશ ઐય્યર પણ અચાનક અંગત કારણસર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વ્યંકટેશ ઐય્યર અને એક સાઉથ ઈન્ડિયન અભિનેત્રી વચ્ચેની ચેટ વાયરલ થઈ રહી છે.
ઐય્યર અને પ્રિયંકા વચ્ચેની ચેટ
કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ખેલાડી અને હાલમાં જ ટીમ ઈન્ડિયામાં ધમાલ મચાવી ચૂકેલા વ્યંકટેશ ઐય્યર અને સાઉથ ઈન્ડિયન અભિનેત્રી પ્રિયંકા જવાલકરની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વ્યંકટેશ આમ તો સોશિયલ મીડિયા પર કઈ ખાસ એક્ટિવ રહેતો નથી, પરંતુ તેણે જેવી તેલુગુ અભિનેત્રી પ્રિયંકા જવાલકરની એક પોસ્ટ પર કમેન્ટ કરી કે હવે આ કમેન્ટ વાયરલ થઈ રહી છે.
વ્યંકટેશે પોસ્ટ પર કરી કમેન્ટ
પ્રિયંકા જવાલકર સાઉથ ઈન્ડિયન અભિનેત્રી છે. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો જેના પર કમેન્ટ કરતા ઐય્યરે લખ્યું- ક્યૂટ. ત્યારબાદથી જ બંને વચ્ચેના સંબંધ અંગે અટકળ થઈ રહી છે.
પ્રિયંકા જવાલકરે પણ આપ્યો જવાબ
પ્રિયંકાની પોસ્ટ પર વ્યંકટેશની કમેન્ટ આવી તો તેલુગુ અભિનેત્રીએ કમેન્ટ કરીને જવાબ આપ્યો. ઐય્યરની કમેન્ટ પર પ્રિયંકાએ જવાબ આપ્યો. કોણ છો તમે? ફેન્સ સતત સોશિયલ મીડિયા પર આ ચેટ અંગે મજા લઈ રહ્યા છે. વ્યંકટેશની કમેન્ટને તો 10 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને આ કમેન્ટ પર 2000થી વધુ લોકો કમેન્ટ પણ કરી ચૂક્યા છે. પ્રિયંકા અત્યાર સુધીમાં તેલુગુ ભાષાની 4 ફિલ્મોમાં જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે