Home> Sports
Advertisement
Prev
Next

Team India: Virat Kohli માટે ખરાબ સમાચાર! ભારતીય ફેન્સ પણ થશે નિરાશ

Team India: IPL 2023ની વચ્ચે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચારથી માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ તેના તમામ ચાહકો પણ નિરાશ થઈ જશે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે વર્લ્ડ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

Team India: Virat Kohli માટે ખરાબ સમાચાર! ભારતીય ફેન્સ પણ થશે નિરાશ

Virat Kohli: IPL 2023ની વચ્ચે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચારથી માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ તેના તમામ ચાહકો પણ નિરાશ થઈ જશે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે વર્તમાન સમયમાં વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીને આવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. 

fallbacks

fallbacks

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ICCની વર્તમાન અને ODI રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે. વિરાટ કોહલી હવે ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોપ-10માંથી બહાર થવાના આરે પહોંચી ગયો છે. ICC એ બુધવારે તેની તાજેતરની ODI રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 8માં સ્થાને નીચે સરકી ગયો છે. ICC રેટિંગમાં વિરાટ કોહલીને ઘણું નુકસાન થયું છે. વિરાટ કોહલી 719 રેટિંગ પોઈન્ટ સાથે 8મા નંબર પર આવી ગયો છે અને ટૂંક સમયમાં ટોપ-10 બેટ્સમેનોની યાદીમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો:
પાસ થવા માટે આન્સરશીટમાં 500ની નોટ ચોંટાડવી ભારે પડી ગઈ!
Weird Job: 2 કરોડ પગાર અને રહેવા-ખાવાનું ફ્રી, છતાં આ નોકરી કરવા કોઈ તૈયાર નથી!
Skin Care Tips: તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે હલ્દી આઈસ ક્યુબ, આજે જ ઘરે બનાવો

આ સમાચાર વિરાટ કોહલીના ચાહકોને નિરાશ કરી શકે છે, કારણ કે વિરાટ કોહલીએ તેની 15 વર્ષની કારકિર્દીમાં આ પહેલા ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી. આયર્લેન્ડના ખેલાડી હેરી ટેક્ટરે વિરાટ કોહલીને 722 રેટિંગ સાથે પછાડીને નંબર-7 કબજે કર્યો છે. વર્તમાન અને તાજેતરની ICC ODI રેન્કિંગમાં, ભારતનો યુવા ઓપનર શુભમન ગિલ 738 રેટિંગ સાથે પાંચમા નંબરે છે. બાબર આઝમ નંબર 1 પર છે. રોહિત શર્મા 707 રેટિંગ સાથે 10મા સ્થાને છે. T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવનો દબદબો યથાવત છે. સૂર્યકુમાર યાદવ વિશ્વનો નંબર 1 T20 બેટ્સમેન છે. ટોચના 10 T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ એકમાત્ર ભારતીય ખેલાડી છે.

આ પણ વાંચો:
Sara Ali Khan નો ‘Cannes’ લુક વાયરલ, વ્હાઈટ આઉટફીટમાં બતાવ્યો રોયલ અંદાજ
Bulgari ઈવેન્ટમાં ડાયમંડ નેકલેસ પહેરીને પહોંચી Priyanka Chopra, ડીપનેક બ્લાઉઝમાં આપ્યા કિલર પોઝ
ગુડ ન્યુઝ! આવતીકાલથી ચમકશે આ 5 રાશિઓની કિસ્મત, શનિ કરશે ધનનો વરસાદ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More