Home> Sports
Advertisement
Prev
Next

ભારતીય ટેસ્ટ ટીમમાં નવા ચહેરાઓ માટે નો ચાન્સ, જાહેર થઈ ટીમ

વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ દરમિયાન બીસીસીઆઈ (BCCI)એ ભારતીય ટેસ્ટ ટીમનું એલાન કર્યું છે.

ભારતીય ટેસ્ટ ટીમમાં નવા ચહેરાઓ માટે નો ચાન્સ, જાહેર થઈ ટીમ

નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ દરમિયાન બીસીસીઆઈ (BCCI)એ ભારતીય ટેસ્ટ ટીમનું એલાન કર્યું છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં યોજાનારી બે ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે વાઇસ કેપ્ટન રહેશે. ટીમમાં ઋષભ પંત વિકેટકીપરનો રોલ કરશે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા ત્રણ ટી20 ઇન્ટરનેશનલ, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. 

fallbacks

એક ચર્ચા હતી કે વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીને આ સિરિઝમાં આરામ આપવામાં આવી શકે છે. જોકે મુખ્ય પસંદગીકાર એમ.એસ. કે પ્રસાદે સ્પષ્ટતા કરી દીધી છે કે વિરાટ આગામી સિરિઝમાં ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનની જવાબદારી નિભાવશે. 

ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More