Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટમાં ચાર ફેરફાર સાથે ઉતરશે ભારતીય ટીમ, આ ખેલાડી કરશે પર્દાપણ


ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચમાં ચાર ફેરફાર સાથે ઉતરી શકે છે. વિરાટ કોહલી પિતૃત્વ અવકાશ પર સ્વદેશ પરત ફરશે તો ઈજાને કારણે શમી પણ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. 
 

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટમાં ચાર ફેરફાર સાથે ઉતરશે ભારતીય ટીમ, આ ખેલાડી કરશે પર્દાપણ

નવી દિલ્હીઃ  Ind vs Aus:  ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટ મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર તો બધાને મંજૂર હતી, પરંતુ સૌથી શરમજનક વાત તે હતી કે ભારતીય ટીમ માત્ર 36 રનના કુલ સ્કોર પર ઢેર થઈ ગઈ હતી. તેવામાં મેલબોર્નમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ચાર ફેરફાર સાથે ઉતરી શકે છે, કારણ કે કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટેસ્ટ સિરીઝમાંથી બહાર છે. 

fallbacks

ભારતીય ટીમને અંજ્કિય રહાણેની આગેવાનીમાં ચાર ફેરફારની સાથે જોઈ શકાય છે, કારણ કે વિરાટ કોહલીના સ્થાને કેએલ રાહુલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા પર વિચાર થઈ રહ્યો છે, જ્યારે મોહમ્મદ શમીના સ્થાન પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને તક મળવાની આશા છે. સિરાજ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરી શકે છે. વિરાટ કોહલી પિતૃત્વ અવકાશ પર હશે, જ્યારે મોહમ્મદ શમીના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. 

વિરાટ અને શમીના સ્થાન પર બે ફેરફાર ભારતીય ટીમે કરવા પડશે. સાથે રિપોર્ટસમાં સામે આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે. ડે-નાઇટ ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં ફ્લોપ રહેલા પૃથ્વી શોએ બહાર બેસવુ પડી શકે છે. તેના સ્થાને શુભમન ગિલને તક મળી શકે છે. તે મયંક અગ્રવાલની સાથે ઈનિંગનો પ્રારંભ કરશે. આ સિવાય વિકેટકીપર રિદ્ધિમાન સાહાને પણ બહાર કરી શકાય છે. 

આ પણ વાંચોઃ AUS vs IND: ભારતીય ટીમને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત મોહમ્મદ શમી સિરીઝમાંથી બહાર 

વિકેટકીપર બેટ્સમેન અને મધ્યક્રમમાં બેટિંગ લાંબી કરવા ભારતીય ટીમ મેનેજમેન્ટ રિષભ પંતને ઉતારી શકે છે. હવે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં કેપ્ટન અંજ્કિય રહાણેના ખભા પર મોટી જવાબદારી હશે, કારણ કે તે માત્ર એક ફોર્મેટમાં રમે છે અને તેની પાસે મોટી ઈનિંગની આશા છે, જ્યારે ચેતેશ્વર પૂજારાએ પણ રન બનાવવા પડશે. 

આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, કેએલ રાહુલ, અંજ્કિય રહાણે (કેપ્ટન), રિષભ પંત ( વિકેટકીપર), હનુમા વિહારી, આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More