Home> Sports
Advertisement
Prev
Next

VIDEO : ટીમ ઇન્ડિ્યા પહોંચી ન્યૂઝીલેન્ડ, વિરાટને ચિયર કરવા પહોંચી અનુષ્કા

ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ઓકલેન્ડ પહોંચી ગઈ છે

VIDEO : ટીમ ઇન્ડિ્યા પહોંચી ન્યૂઝીલેન્ડ, વિરાટને ચિયર કરવા પહોંચી અનુષ્કા

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા તેમની ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિ્ક જીત પછી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ અહીં 23 જાન્યુઆરીથી પાંચ મેચોની વન ડે સિરીઝ રમવાની છે. ટીમ ઇન્ડિયા સાથે કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ પહોંચી ગઈ છે. 

fallbacks

ટીમ ઇન્ડિયા ઓકલેન્ડથી નેપિયર માટે રવાના થશે અને અહીં બુધવારે સિરીઝની પહેલી વન ડે રમશે. ટીમ ઇન્ડિયા માટે આ પ્રવાસ સહેલો નહીં હોય કારણ કે ભારત માટે વધારે આકરા પડકારો ઉભા થશે. નોંધનીય છે કે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયામાં ભારતને પહેલીવાર ટેસ્ટ અને દ્વિપક્ષીય વનડે સિરીઝ જીતાડવાની સિદ્ધિ મળી છે. 

વિરાટે હાલમાં મેલબર્નમાં પત્ની અનુષ્કા સાથે ઓસ્ટ્રેલિયન ઓપન સ્ટાર રોજર ફેડરર સાથે મુલાકાત કરી છે. વિરાટે આ મુલાકાતની તસવીર શેયર કરી જે વાઇરલ થઈ ગઈ છે. 

ભારતની વન-ડે ટીમ :  વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, શુભમન ગિલ, એમએસ ધોની, વિજય શંકર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, મોહમ્મદ શમી.

ન્યૂઝીલેન્ડની વન-ડે ટીમ : કેન વિલિયમ્સન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, રોસ ટેલર, કોલિન ડિ ગ્રૈંડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગપ્ટિલ, મૈટ હેનરી, ટોમ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલ્સ, મિચેલ સૈંટનર, ઇશ સોઢી, ટિમ સાઉદી.

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More