Team India schedule : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટીમ ઈન્ડિયા માટે ઉજવણી સાથે સમાપ્ત થઈ. છેલ્લા ઘણા મહિનાઓથી દરેકનું ધ્યાન ટ્રોફી પર હતું, પરંતુ તે ટ્રોફી સાથે સમાપ્ત થઈ ગયું, ભારતે ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમને 4 વિકેટથી હરાવ્યું. 12 વર્ષ બાદ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો ઝંડો ફરકાવ્યો છે. પરંતુ હવે આગળ જોવાનો સમય આવી ગયો છે, ત્યારે હવે ભારતીય ટીમની આગામી મેચ ક્યારે અને કોની સામે છે ?
ના રોહિત...ના કોહલી, આ ખેલાડી હતો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો અસલી 'બાજીગર'
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ રહી છે
ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2024-25માં ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની હારના કારણે ભારત આ રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. પરંતુ હવે આગામી સિઝન માટે તૈયારીઓ કરવામાં આવશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સિઝનની શરૂઆત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીથી થશે.
ઈંગ્લેન્ડ સામે ક્યારથી શરૂ થશે સિરીઝ ?
BCCIએ આગામી સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ પહેલેથી જ જાહેર કરી દીધું છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ભારત જૂનથી ઓગસ્ટ સુધી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. પ્રથમ મેચ 20મી જૂને રમાશે. આ પહેલા ભારતના તમામ ખેલાડીઓ IPLમાં વ્યસ્ત હશે.
ICC એ પસંદ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, રોહિતને ટીમમાં ન મળ્યો મોકો
WTC ફાઇનલ જૂનમાં યોજાશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 11 જૂને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. કાંગારૂ ટીમે ભારતને હોમ સિરીઝમાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ સિરીઝમાં હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નિવૃત્તિની વાતો ચાલી રહી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જૂનમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે આ બંને મહાન ખેલાડીઓ જોવા મળે છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે