Home> Sports
Advertisement
Prev
Next

હાર્યું પાકિસ્તાન અને નિરાશ થઇ ભારતીય ટીમ, 'ખાયા પિયા કુછ નહી, ગ્લાસ તોડા બાર આના' જેવી હાલત

WTC Points Table News: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનની 3-0થી હાર બાદ ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 3-0થી વ્હાઇટવોશ કર્યું છે, જેના કારણે ભારતીય ટીમ નિરાશ થઈ છે.

હાર્યું પાકિસ્તાન અને નિરાશ થઇ ભારતીય ટીમ, 'ખાયા પિયા કુછ નહી, ગ્લાસ તોડા બાર આના' જેવી હાલત

Team India Ranking: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં પાકિસ્તાનની 3-0થી હાર બાદ ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ટેસ્ટ સીરીઝમાં 3-0થી વ્હાઇટવોશ કર્યું છે, જેના કારણે ભારતીય ટીમ નિરાશ થઈ છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં નંબર-1નો તાજ ગુમાવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ હવે પૂરી થઈ ગઈ છે, ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

fallbacks

2024 માં કોની કિસ્મત ચમકશે અને કોના માટે છે કપરા ચઢાણ? આ રાશિઓ રહેશે ફાયદા
New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ

પાકિસ્તાનની હારથી ભારત પાસેથી છીનવાઈ ગયો નંબર 1નો તાજ 
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ટેસ્ટ સિરીઝના અંત બાદ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં ટોપ પરથી સરકીને નંબર 2 પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમની જીતની ટકાવારી 54.16 છે. તાજેતરમાં, ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો કરી હતી, પરંતુ તેને પરિણામનો વધુ ફાયદો મળ્યો ન હતો.

2000 રૂપિયાની નોટને લઇને આવ્યું મોટું અપડેટ, હવે અહીંથી બદલી શકાશે નોટ
નાણામંત્રી પાસે આ વખતે 'આશા' લગાવીને બેઠા છે ટેક્સપેયર્સ, બસ જોઇએ આ 4 પ્રકારની છૂટ

હવે ટોચ પર પહોંચી ગઈ આ ખતરનાક ટીમ 
ઓસ્ટ્રેલિયન ટીમે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું છે, જેનાથી તેને મોટો ફાયદો થયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી હવે 56.25 પર પહોંચી ગઈ છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ભારતને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં નંબર-1નો તાજ હાંસલ કર્યો છે. ભારતીય ટીમે 25 જાન્યુઆરીથી તેના જ દેશમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી 11 માર્ચ સુધી ચાલશે. જો ભારત ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ સીરીઝ 5-0થી જીતવામાં સફળ થાય છે તો તે ઓસ્ટ્રેલિયાથી ઘણું આગળ નીકળી જશે.

12 વર્ષની ઉંમરે રણજીમાં ડેબ્યૂ, કોણ છે Vaibhav Suryavanshi લોકો કહે છે બિહારનો 'સચિન
રાહતના સમાચાર: સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, ઘરેબેઠા જાણો તમારા શહેરનો ભાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More