ભારતીય ટીમમાં એક એવો ખેલાડી છે, જેની કારકિર્દી લગભગ ખતમ થવાના આરે છે. તેણે ભારત માટે 68 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પસંદગીકારોએ આ ખેલાડીને ઘણી તકો આપી છે, છતાં તેના પરફોર્મન્સમાં સુધરો જોવા ના મળતાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર કરી દીધો છે. અમે ક્રિકેટર મનીષ પાંડેની વાત કરી રહ્યા છીએ. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટાભાગના પ્રસંગોએ ફ્લોપ સાબિત થયો. પસંદગીકારોએ ભારતીય ક્રિકેટ ટીમમાંથી મનીષ પાંડેનું પત્તુ કાપી નાખ્યું છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની કારકિર્દી ખતમ!
મનીષ પાંડેને એક સમયે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવતો હતો, પરંતુ તેનું બેટ મોટાભાગે શાંત રહ્યું. મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર ડેબ્યૂ કર્યું. મનીષ પાંડેએ વર્ષ 2015માં ઝિમ્બાબ્વે સામે 86 બોલમાં 71 રન બનાવ્યા હતા. આ પછી બીજા જ વર્ષે, તેણે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 81 બોલમાં 104 રન બનાવ્યા અને એકલા હાથે ટીમ ઈન્ડિયાને જીત અપાવી. પરંતુ આ પછી, તે ટીમ ઈન્ડિયામાંથી બહાર થતો રહ્યો. ઈજાએ પણ તેની પાસેથી ઘણી મોટી તકો છીનવી લીધી. તે એક શાનદાર શરૂઆતને મોટી કારકિર્દીમાં રૂપાંતરિત કરી શક્યો નહીં.
આ તો ભાઈ-બહેન નીકળ્યા...જેની સાથે ઉડી ડેટિંગની અફવાઓ, એ જ છોકરીએ સિરાજને બાંધી રાખડી
પસંદગીકારો લાંબા સમયથી ધ્યાન આપી રહ્યા નથી
મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 39 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 44.31ની સરેરાશ અને 126.15ના સ્ટ્રાઈક રેટથી 709 રન બનાવ્યા છે. મનીષ પાંડે ક્યારેય સાતત્યપૂર્ણ રહ્યો નથી અને આ જ કારણ છે કે તે ટીમ ઈન્ડિયામાં આવતો-જતો રહ્યો. હવે એવું લાગતું નથી કે તે ક્યારેય વાપસી કરી શકશે.
આઈપીએલમાં શાનદાર શરૂઆત કરી હતી
મનીષ પાંડેએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2009માં, તે આઈપીએલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો. મનીષ પાંડેએ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ સામે માત્ર 73 બોલમાં 114 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટથી 10 ચોગ્ગા અને ચાર છગ્ગા નીકળ્યા. અનિલ કુંબલે ત્યારે આરસીબીનો કેપ્ટન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે