India vs England: રાજકોટમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયો છે, કારણ કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આગામી 3જી T20 મેચ રાજકોટ શહેરમાં રમાવવાની છે. ટીમ ઈન્ડિયાનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. પાંચ મેચોની ટી 20 સીરિઝમાં હાલમાં ભારતનું પલડું ભારે છે, ભારત 2-0થી આગળ છે. આજે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચતા કાઠીયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. રાજકોટમાં ટીમ ઈન્ડિયા પહોંચતા ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટેલની બહાર ક્રિકેટ રસિયાઓની ભારે ભીડ ઉમટી પડ્યા છે.
ટીમ ઈન્ડિયાને ડીનરમાં કાઠીયાવાડી ભોજન પીરસાશે
આવતીકાલે બન્ને ભારત અને ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ કરવા આવશે અને 28મી જાન્યુઆરીએ સાંજે 07:00 વાગ્યે બન્ને ટીમ વચ્ચે મેચ રમાશે. ભારતીય ટીમને રાત્રિના ડીનરમાં ગુજરાતી તેમજ કાઠીયાવાડી ભોજન પીરસવામાં આવશે. ભારતીય ટીમને બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, લીલા ચણાનું શાક, દહીં તીખારી, ખીચડી કઢી જેવા ભોજન પીરસવામાં આવશે. જ્યારે બીજા દિવસ સવારે નાસ્તામાં ફાફડા, જલેબી, દહીં, પરોઠા સહિતના વ્યંજનો પિરસવામાં આવશે. રાજકોટમાં રમાનારી ત્રીજી T20 મેચ સાંજના 7 વાગ્યે શરુ થશે. ટોસ અડધા કલાક પહેલા થશે.
ટી 20 મેચને પગલે રાજકોટ પહોંચી ટીમ ઈન્ડિયા, ઢોલ નગારા અને ગરબાના તાલે ભવ્ય સ્વાગત કરાયું #gujarat #indvseng #t20cricket #news #rajkot #ZEE24KALAK pic.twitter.com/p9Gp55nGWn
— Zee 24 Kalak (@Zee24Kalak) January 26, 2025
સગો બાપ દીકરી માટે બન્યો કાળ!દોઢ વર્ષની માસૂમ બાળકીને પાણીના ટાંકામાં નાખી કરી હત્યા
રાજકોટમાં રમાશે ત્રીજી T20 મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની બન્ને શરૂઆતની મેચ જીતી લીધી છે. આ સિરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે.
ભાજપ વરિષ્ઠ મહિલા નેતાનું વિવાદિત નિવેદન, અનામતને ગણાવી માથાનો દુખાવો
જીત સાથે ભારત T20 સિરીઝમાં 3-0 આગળ થઈ જશે અને આ રીતે તેને સિરીઝ જીતી જશે અને જો હારે તો પણ મહેમાન ઈંગ્લેન્ડ કરતાં પણ આગળ હશે. જીતની સાથે ભારત પાસે ઈંગ્લેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કરવાની પણ તક હશે. હાલ તો રાજકોટમાં ક્રિકેટ મેચ રમાવાની હોવાથી રાજકોટવાસીઓ સાથે ક્રિકેટ ફેન્સ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમ રાજકોટમાં કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે