નવી દિલ્હીઃ India tour of New Zealand: ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટી20 વિશ્વકપ રમવા માટે ઓસ્ટ્રેલિયામાં છે. ભારતીય ટીમ ટી20 વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રસાવનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કાર્યક્રમ પ્રમાણે જો ભારતીય ટીમ વિશ્વકપ ફાઇનલમાં પહોંચે તો તેના ચાર દિવસ બાદ કીવી ટીમ વિરુદ્ધ સિરીઝની શરૂઆત થશે. ભારતીય ટીમે ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે.
પ્રવાસની શરૂઆત 18 નવેમ્બરથી થવાની છે. ટી20 વિશ્વકપનો ફાઇનલ 13 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ વિશ્વકપમાં 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. 27 ઓક્ટોબરે ભારતનો સામનો ક્વોલીફાયર રમીને સુપર-12માં પહોંચનાર ટીમ સામે થશે. ત્યારબાદ 30 ઓક્ટોબરે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટક્કર જોવા મળશે. 2 નવેમ્બરે બાંગ્લાદેશ અને 6 નવેમ્બરે બીજી ક્વોલીફાયર ટીમ સામે ભારત રમવા ઉતરશે.
પાછલા વર્ષે યુએઈમાં રમાયેલા ટી20 વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડ ટીમે ભારતનો પ્રવાસ કર્યો હતો. કીવી ટીમે 14 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઇનલ રમી હતી અને તેના બે દિવસ બાદ 17 નવેમ્બરે ભારત વિરુદ્ધ ટી20 સિરીઝની પ્રથમ મેચ રમી હતી.
આ પણ વાંચોઃ BCCI Elections: બીસીસીઆઈમાં થશે મોટા ફેરફાર, આ વ્યક્તિ બનશે IPLના ચેરમેન
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ
પ્રથમ T20I - 18 નવેમ્બરે વેલિંગ્ટનમાં
બીજી T20I - 20 નવેમ્બરે માઉન્ટ મોન્ગનુઈમાં
ત્રીજી T20I - 22 નવેમ્બરે નેપિયરમાં
પ્રથમ ODI - 25 નવેમ્બરે ઓકલેન્ડમાં
બીજી ODI - 27 નવેમ્બરે હેમિલ્ટનમાં
ત્રીજી ODI - 30 નવેમ્બરે ક્રાઇસ્ટચર્ચમાં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે