Home> Sports
Advertisement
Prev
Next

Rahane ને સોંપાઈ ટેસ્ટ ટીમની કમાન! ન્યૂઝીલેન્ડ Vs ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર, જાણો કોહલીનું શું થશે

ન્યૂઝીલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાનારી આગામી ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં રહાણેને ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Rahane ને સોંપાઈ ટેસ્ટ ટીમની કમાન! ન્યૂઝીલેન્ડ Vs ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર, જાણો કોહલીનું શું થશે

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાનારી આગામી ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં રહાણેને ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ચેતેશ્વર પુજારાને પહેલી ટેસ્ટ મેચમાં વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. BCCIએ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે 16 ખેલાડીની યાદી બહાર પાડી દીધી છે, જેમાં અજિંક્ય રહાણે પહેલી મેચમાં કેપ્ટનશિપ કરશે, જ્યારે ચેતેશ્વર પૂજારા આ મેચમાં વાઈસ-કેપ્ટન રહેશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી આરામ કરી રહ્યો હોવાથી T-20 સિરીઝ અને પહેલી મેચ નહીં રમે. તે બીજી મેચથી ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમમાં પરત ફરશે.

fallbacks

રોહિત શર્માને T20i કેપ્ટન તરીકે પસંદ કર્યા પછી BCCI તેને ટેસ્ટ સિરીઝમાંથી આરામ આપશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં બાયો-બબલને કારણે ઘણા ખેલાડીઓ વર્કલોડ મુદ્દે ટકોર કરી રહ્યા હતા, જેથી હવે BCCI સમયાંતરે રજા અને કેપ્ટનશિપને ધ્યાનમાં રાખી આગળ કાર્ય કરી રહ્યું છે. આગામી દક્ષિણ આફ્રિકા ટૂરને ધ્યાનમાં રાખતાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આ ટેસ્ટ સિરીઝમાંથી આરામ અપાશે.
રિષભ પંતને આરામ આપી કે.એસ.ભરત અને રિદ્ધિમાન સાહાને પસંદ કરાયા છે.

કે.એલ.રાહુલ અને રવિચંદ્રન અશ્વિનને આગામી ટેસ્ટ અને T-20 સિરીઝમાં તક અપાઈ છે.
શ્રેયસ અય્યરને ટેસ્ટ ટીમની સ્ક્વોડમાં પસંદ કરાયો છે. તે કોહલીના સ્થાને નંબર-4 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે.
મીડિયા અહેવાલો પ્રમાણે, શુભમન ગિલને પણ મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે.
રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયંત યાદવને પણ ટેસ્ટ મેચમાં તક અપાઈ છે.
ટેસ્ટ ટીમમાં બોલિંગ સાઈડનું જોવા જઈએ તો ઈશાંત શર્માની સાથે ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે.

NZ વિરુદ્ધ ઈન્ડિયન ટેસ્ટ સ્ક્વોડના ખેલાડીની યાદી:
અજિંક્ય રહાણે (કેપ્ટન), કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઋદ્ધિમાન સાહા(વિકેટકીપર), કે.એસ.ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વીન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More