બેંગકોકઃ ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલ થાઈલેન્ડ ઓપન-2020ના બીજા રાઉન્ડમાં હારની સાથે બહાર થઈ ગઈ છે. તેને ગુરૂવારે મહિલા સિંગલ મુકાબલામાં બુસાનન ઓંગમબરંગફાન વિરુદ્ધ 23-21, 14-21, 16-21થી પરાજયનો સામનો કરવો પડ્યો છે.
નેહવાલે પ્રથમ ગેમ સંઘર્ષની સાથે 23-21થી જીતી પરંતુ આગામી બંન્ને ગેમમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજી ગેમમાં બુસાનને દમદાર પ્રદર્શન કર્યું અને 21-14થી જીતી હતી. પછી ત્રીજી ગેમમાં સાઇના થાકેલી જોવા મળી અને 14-21થી હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે