Home> Sports
Advertisement
Prev
Next

ભારતીય ક્રિકેટ બોર્ડે વાર્ષિક કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, આ 30 ખેલાડીઓને લાગી લોટરી

BCCI Contract : ભારતીય ક્રિકેટ બોર્ડે 1 ઓક્ટોબર 2023થી 30 સપ્ટેમ્બર 2024 સુધીના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં કુલ 30 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. 

ભારતીય ક્રિકેટ બોર્ડે વાર્ષિક કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, આ 30 ખેલાડીઓને લાગી લોટરી

Cricket News : ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટમાં કુલ 30 ખેલાડીઓને જગ્યા મળી છે. બીસીસીઆઈની ટોપ કેટેગરી એટલે કે A+ માં ચાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગ્રેડ A માં 6 ખેલાડી, ગ્રેડ બીમાં 5 અને ગ્રેડ સીમાં 15 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 

fallbacks

ગ્રેડ A+ (7 કરોડ રૂપિયા)
વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ  A (5 કરોડ રૂપિયા)
આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા

ગ્રેડ B ( 3 કરોડ રૂપિયા)
સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જાયસવાલ.

ગ્રેડ C (1 કરોડ રૂપિયા)
રિંકૂ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More