નવી દિલ્હીઃ Sports Special: ઈન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની સૌથી આકર્ષક અને સફળ ટી-20 લીગ છે. આઈપીએલની સફળતાનું એક કારણ એ પણ છે કે દુનિયાના શાનદાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને મંચ મળે છે. જ્યાં તે એકબીજાનો સામનો કરે છે. બધા દેશના ક્રિકેટ બોર્ડની ઈચ્છા હોય છે કે તેમના ખેલાડી આ ભારતીય લીગમાં રમે, જેથી ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે પોતાને ઢાળી શકે. ટી-20 ક્રિકેટ ભલે એક સામાન્ય મેચ લાગે છે, જે માત્ર 20-20 ઓવરની હોય છે. પરંતુ આ ઓવરો દરમિયાન ખેલાડીઓની વચ્ચેનો જંગ હંમેશા ચર્ચામાં રહે છે. હવે આઈપીએલ-14ના બીજા તબક્કામાં ફેન્સને ખેલાડીઓની વચ્ચે દિલચશ્પ લડાઈનો ઈંતઝાર છે. 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થઈ રહી છે.
આ ખેલાડીઓની વચ્ચે થઈ શકે છે રોમાંચક મુકાબલો:
1. ગ્લેન મેક્સવેલ Vs રવિચંદ્રન અશ્વિન:
ગ્લેન મેક્સવેલ અને રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલમાં અનેકવાર એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. કુલ મળીને અશ્વિને અત્યાર સુધી સાત વખત ઓસ્ટ્રેલિયાા આ હાર્ડ હિટર બેટ્સમેનને આઉટ કર્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે અશ્વિનનો મેક્સવેલ ઉપર સંપૂર્ણ દબદબો રહ્યો છે. મેક્સવેલે પણ આ ઓફ સ્પિનર પર અટેક કર્યો છે અને તેના બોલ પર ઘણા રન બનાવ્યા છે. આ કારણ છે કે જ્યારે 8 ઓક્ટોબરે દુબઈમાં રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ અને દિલ્લી કેપિટલ્સની ટીમ ટકરાશે.
આ પણ વાંચોઃ IPL 2021: 19 સપ્ટેમ્બરથી થશે આઈપીએલનો ધમાકેદાર પ્રારંભ, જુઓ અત્યાર સુધીનું પોઈન્ટ ટેબલ
2. આંદ્રે રસેલ Vs જસપ્રીત બુમરાહ:
તેમાં કોઈ શંકા નથી કે આંદ્રે રસેલ આ સમયે દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેનમાંથી એક છે. બીજી બાજુ જસપ્રીત બુમરાહ પણ પોતાના ખતરનાક બોલથી ટોચના બેટ્સમેનોને આઉટ કરવા માટે જાણીતો છે. આઈપીએલમાં અત્યાર સુધી રસેલ અને બુમરાહની વચ્ચે દ્વંદ જોવા મળ્યો છે. જ્યાં રસેલે કેટલીક વાર બુમરાહના બોલને સરહદ પાર મોકલ્યો છે. બુમરાહે પણ અનેકવાર રસેલને પેવેલિયનનો રસ્તો મોકલ્યો છે. બુમરાહે વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડી પર સરસાઈ મેળવી છે. અને તે સફળ પણ રહ્યો છે. જે બીજા બોલરો કરી શક્યા નથી. અવારનવાર તમે રસેલને બુમરાહના બોલને ધ્યાનથી રમતો જોયો છે, જે આ લડાઈને જોવાલાયક બનાવે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 23 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરશે ત્યારે બંનેની લડાઈ જોવા જેવી હશે.
3. એબી ડિવિલિયર્સ Vs રાશિદ ખાન:
એબી ડિવિલિયર્સ એવો બેટ્સમેન છે જેણે વિશ્વ ક્રિકેટમાં ભાગ્યે જ કોઈ બોલર સામે સંઘર્ષ કર્યો હોય. તે સ્પિન બોલિંગમાં એક કુશળ ખેલાડી છે અને પોતાની ઈનિંગ્સને સ્પીડ આપવા માટે જાણીતો છે. બીજી બાજુ રાશિદ ખાને ઓછા સમયમાં દુનિયાભરના અનેક બેટ્સમેનોને પરેશાન કર્યા છે. રાશિદન ખાને એબી ડિવિલિયર્સને અનેકવાર આઉટ કર્યો છે. આઈપીએલના પહેલા તબક્કામાં પણ રાશિદે એબી ડિવિલિયર્સને આઉટ કર્યો હતો. એવામાં ડિવિલિયર્સ 6 ઓક્ટોબરે અબુ ધાબીમાં થનારી મેચમાં આ અફઘાની સ્પિનર સામે હિસાબ બરોબર કરવા મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચોઃ ICC T20 Rankings: વિરાટ કોહલીને થયો ફાયદો, કેએલ રાહુલ ટોપ-10માં યથાવત
4. વિરાટ કોહલી Vs ટિમ સાઉથી:
વર્લ્ડ ક્રિકેટમાં એવા બહુ ઓછા બોલર છે જેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પરેશાન કર્યા હોય. આ યાદીમાં એક નામ ટિમ સાઉથીનું છે, જે બીજા તબક્કામાં કેકેઆર માટે રમતો જોવા મળશે. ન્યૂઝીલેન્ડનો આ ઝડપી બોલર વિરાટ કોહલી માટે હંમેશા માથાનો દુખાવો રહ્યો છે. અત્યાર સુધી સાઉથીએ વિરાટ કોહલીને 10 વખત આઉટ કર્યો છે. સીમિત ઓવરના ફોર્મેટમાં ટિમ સાઉથી સામે વિરાટ કોહલીને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાઉથીએ અત્યાર સુધી વન-ડેમાં 6 અને ટી-20માં એક વખત કોહલીને પોતાનો શિકાર બનાવ્યો છે. 20 સપ્ટેમ્બરે રોયલ ચેલન્ઝર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં ફરી એકવાર આ બંનેની લડાઈ જોવા મળશે.
5. ઋષભ પંત Vs રવીન્દ્ર જાડેજા:
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માટે 2021નું વર્ષ શાનદાર રહ્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં શાનદાર ઈનિંગ્સ રમીને ઘણી ચર્ચા જગાવી. એક મહત્વપૂર્ણ વાત જે પંતની આ ઈનિંગ્સમાં જોવા મળી તે હતી ડાબા હાથના સ્પિનરો સામે મોટા હિટ લગાવવાની તેની ક્ષમતા. પંતે ચેન્નઈ ટેસ્ટ મેચમાં જેક લીચના બોલ પર ઘણા રન બનાવ્યા હતા. જે ડાબા હાથના સ્પિનર સામે તેના દબદબાના સંકેત છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે જ્યારે પંત અને જાડેજા એકબીજાનો સામનો કરશે, ત્યારે તે ક્ષણ ઘણી રોમાંચક હશે. દિલ્લી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે 4 ઓક્ટોબરે મેચ રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે