India vs England Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે બીજી મેચ 2 જુલાઈથી એજબેસ્ટનમાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ કેટલાક ખેલાડીઓ માટે યાદગાર ન હતી અને હવે તેમના પર ઘણું દબાણ વધી ગયું છે. આગામી મેચમાં તેમના પર દબાણ સૌથી વધુ રહેશે અને જો તેઓ ફરીથી ચૂકી જશે તો તેમની કારકિર્દી જોખમમાં મુકાઈ જશે.
ખેલાડીઓ માટે કાળ છે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ભારતના કેટલાક ખેલાડીઓ માટે હંમેશા ગ્રહણ બની આવે છે. ત્યાં ખરાબ પ્રદર્શન બાદ તેને બહાર કરી દેવામાં આવે છે કે નિવૃત્તિ લેવી પડે છે. રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, આરપી સિંહ, આર અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સાથે આ થયું. આ ક્રિકેટરોએ નિવૃત્તિ લેવી પડી કે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા. હવે ફરી ઈંગ્લેન્ડના પ્રવાસ પર કેટલાક ખેલાડીઓ સાથે આવું થઈ શકે છે. આજે અમે તમને ત્રણ એવા ખેલાડીઓ વિશે માહિતી આપીશું, જો તેનું પ્રદર્શન આગામી મેચમાં ખરાબ રહ્યું તો કરિયર ખતરામાં પડી જશે.
કરૂણ નાયર
2017 બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર કરૂણ નાયરનું પ્રદર્શન ખાસ રહ્યું નહીં. લીડ્સની પ્રથમ ઈનિંગમાં તે શૂન્ય રને આઉટ થયો તો બીજી ઈનિંગમાં માત્ર 20 રન બનાવી શક્યો હતો. તેની પાસે ટીમને સારા પ્રદર્શનની આશા હતી. કરૂણ નાયર 33 વર્ષનો થઈ ગયો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનને કારણે કરૂણ નાયરને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં તક મળી હતી. જો 8 વર્ષ બાદ મળેલી તકનો લાભ નહીં તો તો તેના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા હંમેશા માટે બંધ થઈ શકે છે.
આ પણ વાંચોઃ ગૌતમ ગંભીરની કોચિંગ પર ઉઠ્યા સવાલ, ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ખરાબ સ્થિતિ, જુઓ આંકડા
શાર્દુલ ઠાકુર
ભારતીય ટીમના આ ઓલરાઉન્ડરની ઉંમર 33 વર્ષ છે. તે ઓક્ટોબરમાં 34 વર્ષનો થઈ જશે. શાર્દુલને બે વર્ષ બાદ ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. તે ટીમ ઈન્ડિયાની યોજનામાંથી બહાર હતો. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડ ગયો છે. લીડ્સ ટેસ્ટમાં તે ખાસ કરી શક્યો નહીં. બોલિંગમાં તેને બે વિકેટ જરૂર મળી પરંતુ બેટિંગમાં બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો. શાર્દુલ માટે આ તક કરો યા મરો સમાન છે. જો તેનું પ્રદર્શન ખરાબ રહેશો તો આગામી સમયમાં તે ટીમમાંથી બહાર થઈ શકે છે.
રવીન્દ્ર જાડેજા
ભારતનો દિગ્ગજ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ સવાલોના ઘેરામાં છે. 36 વર્ષીય આ ઓલરાઉન્ડર લીડ્સમાં બેટ કે બોલથી ખાસ કમાલ કરી શક્યો નહીં. બોલિંગમાં બંને ઈનિંગમાં તેને માત્ર એક વિકેટ મળી હતી. 36 વર્ષીય વિરાટે તાજેતરમાં નિવૃત્તિ લીધી છે. વર્તમાન ટીમ મેનેજમેન્ટ યુવાઓને તક આપવાનો ઈરાદો ધરાવે છે. તેવામાં જો જાડેજા પોતાની પ્રતિભા અનુરૂપ પ્રદર્શન નહીં કરે તો આગામી સમયમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે