Home> Sports
Advertisement
Prev
Next

Team India: WTC ફાઇનલ પહેલાં BCCI એ લીધો મોટો નિર્ણય, આ ચાર ખેલાડીઓને મોકલવામાં આવશે ઈંગ્લેન્ડ

Team India: BCCI(ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એ મંગળવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની ટીમ સિવાય ચાર નેટ બોલર પણ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. 

Team India: WTC ફાઇનલ પહેલાં BCCI એ લીધો મોટો નિર્ણય, આ ચાર ખેલાડીઓને મોકલવામાં આવશે ઈંગ્લેન્ડ

નવી દિલ્હીઃ WTC Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જૂન 2023માં રમાશે. આ મુકાબલો લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 1-11 જૂન વચ્ચે રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ ફાઇનલ માટે મંગળવારે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. હવે એક મોટી જાણકારી સામે આવી છે. ટીમની સાથે આ ખેલાડીઓ સિવાય 4 અન્ય ક્રિકેટરોને પણ ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. 

fallbacks

આ ખેલાડી પણ જશે ઈંગ્લેન્ડ
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમ સિવાય ચાર અન્ય ક્રિકેટર પણ ઈંગ્લેન્ડ માટે રવાના થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉમરાન મલિક, કુલદીપ સેન, મુકેશ કુમાર અને નવદીપ સૈનીને નેટ બોલર તરીકે ટીમની સાથે ઈંગ્લેન્ડ મોકલવામાં આવી શકે છે. નોંધનીય છે કે આ ચારેય બોલરોએ હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું નથી. અત્યારે આ ચારેય બોલર આઈપીએલમાં રમી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ WTC Final માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ઐય્યરની જગ્યાએ આ ધાકડ ખેલાડીની વાપસી

અજિંક્ય રહાણેની ટેસ્ટ ટીમમાં વાપસી
અજિંક્ય રહાણેને 15 મહિના બાદ ભારતીય ટીમમાં વાપસી થઈ છે. આઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલ રહાણે શાનદાર ફોર્મમાં છે, જે તેની ટીમમાં વાપસીનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. આઈપીએલમાં રહાણેએ પાંચ ઈનિંગમાં 199ની સ્ટ્રાઇક રેટથી 209 રન બનાવ્યા છે. 

WTC ફાઇનલ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More