Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olympics 2020 Opening Ceremony Live: મેરીકોમ અને મનપ્રીતે ભારતીય દળનું કર્યું નેતૃત્વ

ભારતીય ઓલમ્પિક સંઘ ઓપનિંગ સેરેમનીમાં 20 ભારતીય ખેલાડી અને 6 અધિકારીઓએ ભાગ લીધો. ઓલમ્પિકના ઇતિહાસમાં પહેલીવર ભારતના બે ખેલાડીઓએ પોતાના દેશનું નેતૃત્વ કર્યું.

Tokyo Olympics 2020 Opening Ceremony Live: મેરીકોમ અને મનપ્રીતે ભારતીય દળનું કર્યું નેતૃત્વ

નવી દિલ્હી: રમતગમત પ્રેમીઓના 5 વર્ષની આતુરતાનો અંત આવે ગયો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલમ્પિક શરૂ થઇ ગયો છે. ટોક્યો ઓલમ્પિકનો આગાઝ શાનદાર ઓપનિંગ સેરેમનીની સાથે શુભારંભ થયો. આમ તો ઓલમ્પિકનું આયોજન દર ચાર વર્ષે થાય છે, પરંતુ કોરોનાના કારણે ટોક્યો ઓલમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. ઓપનિંગ સેરેમનીમાં ભારતની સાત રમતોના 20 ખેલાડીઓને ભાગ લીધો. તો બીજી તરફ ટોક્યો ઓલમ્પિકમાં 205 દેશોમાંથી 11 હજાર એથલીટ સામેલ થઇ રહ્યા છે. 17 દિવસ ચાલનાર ટોક્યો ઓલમ્પિકમાં 33 અલગ અલગ ર્માતોના 339 ઇવેન્ટ યોજાશે. જેમાં ભારતના 127 ખેલાડી ભાગ લેશે. 84 મેડલ ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.

fallbacks

Tokyo Olympics 2021 Opening Ceremony: રમતના રંગમાં રંગાઇ જશે આખી દુનિયા

ભારતીય ઓલમ્પિક સંઘ ઓપનિંગ સેરેમનીમાં 20 ભારતીય ખેલાડી અને 6 અધિકારીઓએ ભાગ લીધો. ઓલમ્પિકના ઇતિહાસમાં પહેલીવર ભારતના બે ખેલાડીઓએ પોતાના દેશનું નેતૃત્વ કર્યું. બોક્સ મેરીકોમ અને હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ભારતીય દળનું નેતૃત્વ કર્યું. 

Tokyo Olympic ની ઓપનિંગ સેરેમનીમાં લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું એક ઝલક જુઓ...

Tokyo Olympic ના આગાજની શાનદાર તસવીરો આવી રહી છે. 

Tokyo Olympic ની ઓપનિંગ સેરેમની (Opening Ceremony) ની શાનદાર શરૂઆત થઇ. 

એથલીટો દ્વારા લાવવામાં આવેલા બીજો દ્વારા ઝાડ વડે બનેલી ઓલમ્પિક રિંગ
ઓલમ્પિક રિંગને બનાવવ માટે ઉપયોગમાં લેવાતા લાકડા આંતરરાષ્ટ્રીય એથલીટો દ્વારા લાવવામાં આવેલા બીજમાંથી ઉગાડવામાં આવેલા ઝાડમાંથી બનાવામાં આવી છે, આ ત્યારે લગાવવામાં આવ્યા હતા જ્યારે ટોક્યોએ ગત વખતે ઓલમ્પિક રમતોની મેજબાની કરી હતી.

રઍષ્ટ્રોના પરેડમાં ભારતની એન્ટ્રી
છઠ્ઠીવાર વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરીકોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહએ ટોક્યોના નેશનલ સ્ટેડિયમમાં ઉદઘાટન સમારોહ પરેડમાં ભારતીય દળનું નેતૃત્વ કર્યું. 

એથલીટોનું નેશનલ સ્ટેડિયમમાં મોરચો
સૌથી પહેલાં ગ્રીક ઓલમ્પિક દળે નેશનલ સ્ટેડિયમમાં માર્ચનું નેતૃત્વ કર્યું. આઇસલેંડ અને આયરલેંડ આવનાર આગામી દેશ છે. 

મોહમંદ યૂનૂસને ઓલમ્પિક લોરેલ પુરસ્કાર
બાંગ્લાદેશના નોબલ પુરસ્કાર વિજેતા મોહમંદ યૂનુસને ઓલમ્પિક લોરેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. 

કોવિડ 19 પીડિતોને શ્રદ્ધાંજલિ
ઓલમ્પિક ગ્રુપ તરફથી કોરોના મહામારી વડે તમામ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી, જેના લીધે 130 વર્ષ જૂના ઇતિહાસમાં આધુનિક ઓલમ્પિક રમતોને પહેલીવાર સ્થગિત કરવી પડી. કોરિયામા નામના એક કલાકારે વર્ષમાં આખી દુનિયામાં વાયરસના લીધે પીડાને દર્શાવી. 

જાપાનના સમ્રાટ નારૂહિતોનું સ્વાગત
જાપાનના સમ્રાટ નારૂહિતોનું નેશનલ સ્ટેડિયમની અંદર આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાખની સાથે અન્ય ગણમાન્ય વ્યક્તિઓની સાથે સ્વાગત કરવામાં આવ્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More