Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olympics Closing Ceremony: રંગારંગ કાર્યક્રમ સાથે ટોક્યો ઓલિમ્પિકનું સમાપન, હવે 3 વર્ષ બાદ પેરિસમાં થશે આયોજન

ટોક્યો ઓલિમ્પિકનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. આ વખતની ક્લોઝિંગ સેરેમનીમાં થીમ હતી 'Worlds We Share'. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એક ગોલ્ડ, 2 સિલ્વર, અને 4 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 7 મેડલ મેળવ્યા અને લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડી નાખ્યો. 

Tokyo Olympics Closing Ceremony: રંગારંગ કાર્યક્રમ સાથે ટોક્યો ઓલિમ્પિકનું સમાપન, હવે 3 વર્ષ બાદ પેરિસમાં થશે આયોજન

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. આ વખતની ક્લોઝિંગ સેરેમનીમાં થીમ હતી 'Worlds We Share'. અત્રે જણાવવાનું કે આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એક ગોલ્ડ, 2 સિલ્વર, અને 4 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 7 મેડલ મેળવ્યા અને લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડી નાખ્યો. 

fallbacks

બજરંગ પુનિયાએ કર્યું ભારતીય દળનું નેતૃત્વ
ક્લોઝિંગ સેરેમનીમાં 10 ભારતીય એથલેટ્સ અને અધિકારીઓએ ભાગ લીધો. ઉદ્ધાટન સમારોહમાં ખેલાડીઓએ જ્યાં પરંપરાગત પોષાક પહેર્યા હતા ત્યાં સમાપન સમારોહમાં ટ્રેક સૂટમાં ખેલાડીઓ જોવા મળ્યા. શનિવારે બ્રોન્ઝ મેડલ જીતનારા પહેલવાન બજરંગ પુનિયાએ સમાપન સમારોહમાં ભારતીય દળનું નેતૃત્વ કર્યું. તેઓ તિરંગો લઈને સૌથી આગળ ચાલતા હતા. નોંધનીય છે કે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હતા. 

નીરજ ચોપડાને ભવિષ્યમાં મળશે તક
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રોટોકોલ મુજબ ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડા એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત ભવિષ્યની ખેલ સ્પર્ધાઓમાં દેશના ધ્વજવાહક બનશે. 

ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટેડિયમમાં કઈક આવો નજારો જોવા મળ્યો. 

સૌથી પહેલા ક્લોઝિંગ સેરેમનીમાં જાપાનનો ઝંડો લાવવામાં આવ્યો. 

પોત પોતાના દેશના ઝંડા સાથે ખેલાડીઓનું સ્ટેડિયમમાં આગમન

એક વીડિયો સાથે શરૂ થયો સમાપન સમારોહ
સમાપન સમારોહ એક વીડિયો સાથે શરૂ થયો. જેમાં 17 દિવસની સ્પર્ધાઓનો સાર હતો. અંતિમ અધ્યાયની શરૂઆત સ્ટેડિયમમાં આતિશબાજીથી થઈ જેમાં આયોજકોએ 'અનેક વ્યક્તિઓ માટે આભાર વ્યક્ત કર્યો જેમણે ઓલિમ્પિક ખેલોને સમાપન સમારોહ સુધી પહોંચાડવામાં મદદ કરી. ત્યાબાદ જાપાનના ક્રાઉન પ્રિન્સ અકિશિનો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાક અધિકૃત સ્ટેન્ડમાં ઉપસ્થિત થયા.

fallbacks

(ક્લોઝિંગ સેરેમની પહેલા ઓલિમ્પિક મશાલનું દ્રશ્ય)

ભારતે 7 મેડલ રચી ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો
ભારતે શનિવારે બે મેડલ પોતાને નામ કર્યા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે ઈતિહાસ રચી નાખ્યો છે. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ભારતને ટોક્યો ઓલિમ્પિકની શરૂઆતમાં જ સિલ્વર મેડલ અપાવી દીધુ અને ભાલા ફેંકમાં એથલિટ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ અપાવીને સુવર્ણ અંત કર્યો. આ વખતની ઓલિમ્પિકની સફર ભારત માટે શાનદાર રહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More