Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olympics: Indian Hockey Team ની શાનદાર શરૂઆત, પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી પછાડ્યું

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે. 

Tokyo Olympics: Indian Hockey Team ની શાનદાર શરૂઆત, પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી પછાડ્યું

નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે. 

fallbacks

ગોલકિપર શ્રીજેશનો કમાલ
ભારતીય ટીમે આશા મુજબ પ્રદર્શન કરતા ગ્રુપ એની આ મેચ જીતી લીધી. અનેક વીડિયો રેફરલ વચ્ચે રમાયેલી આ મેચમાં છેલ્લી મિનિટમાં ન્યૂઝીલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો જેને શ્રીજેશે ગોલમાં ફેરવવા દીધો નહીં.  

હરમનપ્રીતના 2 ગોલ
મેચનો હીરો હરમનપ્રીત રહ્યો જેણે મેચમાં મહત્વના 2 ગોલ કર્યા. આ ઉપરાંત રૂપિન્દર પાલ સિંહે પણ મેચની 10મી મિનિટમાં પેનલ્ટી સ્ટ્રોક માં ગોલ કર્યો હતો. મેચની છઠ્ઠી મિનિટમાં ન્યૂઝીલેન્ડ માટે પેનલ્ટી કોર્નર સ્પેશિયાલિસ્ટ કેન રસેલે ગોલ કર્યો હતો. રૂપિન્દર સિંહના ગોલથી મેચ બરાબરી પર આવી હતી. ડ્રેગ ફિલ્કર હરમનપ્રીત સિંહે 26મી અને 33મી મિનિટમાં ગોલ કર્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે બીજો ગોલ 43મી મિનિટમાં સ્ટીફન જેનિસે કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More