નવી દિલ્હી: ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ આજે ત્રીજા રાઉન્ડમાં ચીનના હાલના ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન મા લોંગ સામે હારી ગયા. આ સાથે જ ભારતનો ટોકિયો ઓલિમ્પિક ખેલોમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં પડકાર સમાપ્ત થઈ ગયો.
39 વર્ષના શરતે પોતાના મજબૂત હરીફને પહેલા ત્રણ ગેમમાં આકરો પડકાર આપ્યો. પરંતુ છેલ્લે તેઓ 1-4થી હારી ગયા (7-11, 11-8, 11-13, 4-11, 4-11).
#TokyoOlympics: Indian table tennis player Sharath Kamal loses to China's Ma Long in men's singles Round 3 match
(File pic) pic.twitter.com/R9vFoAhZEb
— ANI (@ANI) July 27, 2021
શરત અને મનિકા બત્રા મિક્સ્ડ ડબલ્સમાં પણ હારીને બહાર થઈ ગયા હતા. મનિકા પણ મહિલા સિંગલ્સમાં ત્રીજા રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ રહી. જી સાથિયાન અને સુતીર્થા મુખર્જી પણ પોતાની સિંગલ્સ મેચો શરૂઆતમાં જ હારી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે