Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Paralympics માં ગુજ્જુ ગર્લ પાસે ગોલ્ડની આશા, ભાવિના પટેલે મારી ટેબલ ટેનિસ ફાઈનલમાં એન્ટ્રી

જાપાનની (Japan) રાજધાની ટોક્યોમાં (Tokyo) ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં (Paralympics) ભારતની (India) ભાવિના પટેલે (Bhavina Patel) ઇતિહાસ રચ્યો હતો. તેણીએ સેમિફાઇનલમાં ચીનના (China) મિયાઓ ઝાંગને (Miao Zhang) 3-2 થી હરાવી હતી

Tokyo Paralympics માં ગુજ્જુ ગર્લ પાસે ગોલ્ડની આશા, ભાવિના પટેલે મારી ટેબલ ટેનિસ ફાઈનલમાં એન્ટ્રી

નવી દિલ્હી: જાપાનની (Japan) રાજધાની ટોક્યોમાં (Tokyo) ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં (Paralympics) ભારતની (India) ભાવિના પટેલે (Bhavina Patel) ઇતિહાસ રચ્યો હતો. તેણીએ સેમિફાઇનલમાં ચીનના (China) મિયાઓ ઝાંગને (Miao Zhang) 3-2 થી હરાવી હતી.

fallbacks

ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ
ભાવિના પટેલે (Bhavina Patel) ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 (Table Tennis Women's Singles Class 4) ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ થયો છે. હવે ભાવિના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 7:30 કલાકે ગોલ્ડ માટે ચીનની ઝોઉ યિંગ (Zhou Ying) સાથે સ્પર્ધા કરશે.

આ પણ વાંચો:- 31 વર્ષની ઉંમરમાં પૂર્ણ થયું આ ખેલાડીનું કરિયર? WC કેમ IPL ટીમથી પણ થશે બહાર!

પેરાલિમ્પિક્સમાં ભાવિનાની શાનદાર રમત
અગાઉ, ભાવિના પટેલે (Bhavina Patel) રિયો પેરાલિમ્પિક્સ 2016 (Rio Paralympics 2016) ની ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાના (Serbia) બોરીસ્લાવા પેરીક રેન્કોવિચને (Borislava Peric Rankovic) સીધી ગેમમાં 3-0 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભાવિનાએ 19 મિનિટ સુધી ચાલેલી મેચમાં રાન્કોવિચને 11-5, 11-6, 11-7 થી હરાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More