Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: ફરી ભારત માટે પનોતી સાબિત થયા આ અમ્પાયર, ટીમ ઈન્ડિયાની ઘણી મોટી હારના રહ્યાં છે સાક્ષી

Richard Kettleborough: રિચર્ડ કેટલબોરો ભારતીય ટીમની ઘણી મોટી હારના સાક્ષી રહ્યાં છે. આ સિલસિલો લગભગ 10 વર્ષથી ચાલી રહ્યો છે. આજે ફરી તેઓ ટીમ ઈન્ડિયા માટે અશુભ સાબિત થયા છે. 

IND vs AUS: ફરી ભારત માટે પનોતી સાબિત થયા આ અમ્પાયર, ટીમ ઈન્ડિયાની ઘણી મોટી હારના રહ્યાં છે સાક્ષી

અમદાવાદઃ Team India & Richard Kettleborough: ભારતીય ટીમ માટે અમ્પાયર રિચર્ડ કેટલબોરો એકવાર અશુભ સાબિત થયા છે. હકીકતમાં રિચર્ડ કેટલબોરો ભારતીય ટીમની ઘણી મોટી હારના સાક્ષી રહ્યાં છે. આ સિલસિલો લગભગ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો છે. આજે ફરી ભારતીય ટીમે વિશ્વકપ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પણ અમ્પાયર રિચર્ડ કેટલબોરો હતો. ટીમ ઈન્ડિયાની હાર અને અમ્પાયર રિચર્ડ કેટલબોરોનું કનેક્શન વર્ષ 2014માં શરૂ થયું હતું, જે હજુ સુધી ચાલી રહ્યું છે. 

fallbacks

ભારતીય ટીમ માટે અશુભ છે અમ્પાયર રિચર્ડ કેટલબોરો....
ટી20 વિશ્વકપ 2014ના ફાઈનલમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં રિચર્ડ કેટલબોરોએ અમ્પાયરની ભૂમિકા નિભાવી હતી. ભારતીય ટીમ વિશ્વકપ 2015ના સેમીફાઈનલમાં હારી ગઈ હતી. એમએસ ધોનીની ટીમને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું, તે મેચમાં પણ અમ્પાયરિંગ રિચર્ડ કેટલબોરો કરી રહ્યાં હતા. આ સિલસિલો આગળ પણ જોવા મળ્યો... ભારતીય ટીમને 2016ના ટી20 વિશ્વકપના સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે હરાવ્યું હતું. તે સમયે પણ રિચર્ડ કેટલબોરોએ અમ્પાયરિંગ કરી હતી. 

આ પણ વાંચોઃ ટ્રેવિસ હેડ અને લેબુશેને ભારત પાસેથી ખિતાબ છીનવ્યો, ફાઇનલમાં કાંગારૂની જીતના હીરો

ટી20 વિશ્વકપ 2014થી ચાલી રહ્યો છે આ સિલસિલો..
ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ફાઈનલમાં પહોંચી, પરંતુ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે પણ રિચર્ડ કેટલબોરો અમ્પાયર હતા. જ્યારે ભારતીય ટીમ 2019ના વિશ્વકપની સેમીફાઈનલ હારી ત્યારે પણ મેદાનમાં રિચર્ડ કેટલબોરો હાજર હતા. હવે 2023ની ફાઈનલમાં પણ તેમને અમ્પાયરની જવાબદારી સોંપવામાં આવી હતી અને ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More