Unique Cricket Record : ક્રિકેટમાં ક્યારે શું બને કંઈ કહેવાય નહીં. ક્રિકેટમાં એવા ઘણા વિચિત્ર રેકોર્ડ બન્યા છે, જેના પર તમે વિશ્વાસ નહીં કરી શકો. આજે અમે તમને એક આવા જ રેકોર્ડ વિશે જણાવીશું. એક મેચમાં 6 બોલમાં 6 વિકેટ આવી હતી. બોલિંગ ટીમે આ પરાક્રમથી તરખાટ મચાવ્યો હતો. સતત 6 બેટ્સમેનોના આઉટ થવાને ક્રિકેટમાં કોઈ ચમત્કારથી ઓછું માનવામાં આવતું નથી.
વિકેટ કેવી રીતે પડી ?
અમે લેન્કેશાયર ટીમ વિશે વાત કરી રહ્યા છીએ, જેના બોલરોએ આ ચમત્કાર કર્યો છે. આ ટીમે 4 જુલાઈના રોજ નોર્થમ્પ્ટનશાયર સામેની T20 મેચમાં શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં બોલિંગ દરમિયાન, આ ટીમે સતત 4 વિકેટો મેળવી હતી. આ ચાર વિકેટમાં એક હેટ્રિક પણ હતી જે મેહમૂદના ખાતામાં ગઈ. આ પછી, આગામી મેચમાં એક ચમત્કાર જોવા મળ્યો.
IPLમાં મોટું સ્કેન્ડલ, સનરાઇઝર્સ સાથે જોડાયેલો છે મામલો,હૈદરાબાદ ક્રિકેટ ચીફની ધરપકડ
બીજા દિવસે એક ચમત્કાર થયો
બીજા જ દિવસે લેન્કેશાયરની ટીમ ડર્બીશાયર સામે રમવા આવી. ટીમે આ મેચની શરૂઆત સતત બે વિકેટથી કરી. આ સતત બે વિકેટ માર્ક વુડે લીધી હતી. આ રીતે આ ટીમે સતત 6 બોલમાં 6 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી, જે ક્રિકેટની રમતમાં લગભગ જોવા મળતી નથી. લેન્કેશાયરે બંને મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
સોલ્ટ-બટલરે તબાહી મચાવી
5 જુલાઈના રોજ, ડર્બીશાયર સામેની મેચમાં, ફિલ સોલ્ટ અને જોસ બટલરે બેટિંગથી તબાહી મચાવી હતી. ઓપનર સોલ્ટે માત્ર 57 બોલમાં 80 રનની તોફાની ઇનિંગ રમી હતી જેમાં 4 છગ્ગા અને 8 ચોગ્ગા જોવા મળ્યા હતા. આ પછી, બટલરે 42 બોલમાં 54 રન બનાવીને ટીમની કમાન સંભાળી અને જીતમાં મૂલ્યવાન યોગદાન આપ્યું. આ ટીમે ડર્બીશાયર સામે 5 વિકેટથી જીત મેળવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે