Home> Sports
Advertisement
Prev
Next

જે મેચમાં દાદાએ શર્ટ ઉતાર્યો એ મેચમાં આવું પણ થયું હતું, જાણો સચિને જણાવી આખી હકીકત

આ મેચની સાથે સાથે એ સમયના કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સનું બાલ્કનીમાં ટી-શર્ટ લહેરાવ્યું હતું તેને પણ યાદ કરવામાં આવે છે. આ જીતને યાદ કરતા સચિન તેંડુલકરે એક વીડિયો શેર કર્યો છે 

જે મેચમાં દાદાએ શર્ટ ઉતાર્યો એ મેચમાં આવું પણ થયું હતું, જાણો સચિને જણાવી આખી હકીકત

નવી દિલ્લીઃ 13 જુલાઈલ 2002, બે દાયકા પહેલાનો એ દિવસ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર દિવસ છે. આ જ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં તેની જ ધરતી પર હરાવી દીધું હતું. આ મેચની સાથે સાથે એ સમયના કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સનું બાલ્કનીમાં ટી-શર્ટ લહેરાવ્યું હતું તેને પણ યાદ કરવામાં આવે છે. આ જીતને યાદ કરતા સચિન તેંડુલકરે એક વીડિયો શેર કર્યો છે અને તેમાં અનેક મોટા ખુલાસાઓ કર્યા છે. જે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

fallbacks

326 રનનો ટાર્ગેટ કર્યો હતો ચેઝ-
નેટવેસ્ટ ટ્રોફી ત્રિકોણીય સીરિઝ હતી. જેમાં યજમાન ઈંગ્લેન્ડની સાથે ભારત અને શ્રીલંકાએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે જીતવા માટે ભારતને 326 રન જોઈતા હતા. જેનો સામનો કરતા ભારતે 146 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડને જીત હાથ વેંતમાં લાગતી હતી.પરંતુ યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ મેદાનમાં આવ્યા. બંનેએ 121 રનની પાર્ટનરશિપ કરી અને ભારતને આ મુકાબલો જીતાડી દીધો.

મેચ બાદ થયું આવું કાંઈક-
સચિને આ મેચને યાદ કરતા કહ્યું કે, દાદાએ પોતાની જર્સી ઉતારી દીધી, જે બધા જાણે છે. પરંતુ હજી એક કહાની છે જેના વિશે કોઈ નથી જાણતું. મેચ બાદ યુવરાજ અને કૈફ મારી પાસે આવ્યા અને કહ્યું કે,પાજી, અમારું પ્રદર્શન સારું હતું, પરંતુ અમારે આનાથી પણ સારું કાંઈક કરવું છે. તો અમારે શું કરવું જોઈએ? મે કહ્યું, હમણાં જ તમે ટૂર્નામેન્ટ જીત્યા છો, હવે તમારે શું કરવું છે? બસ આવું જ કરતા રહેશો તો ભારતીય ક્રિકેટ ઠીક રહેશે.

સચિન થયા હતા ફેઈલ!-
જો કે, આ મેચમાં દેશના મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર તેડુંલકર મોટી ઈનિંગ નહોતા રમી શક્યા. તેઓ 14 રન બનાવીને જ આઉટ થઈ ગયા હતા. આ ફાઈનલને યાદ કરતા તેમણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયામાં તેમણે ડ્રેસિંગ રૂમના માહોલ વિશે પણ વાત કરી. તેમણએ કહ્યું કે, મે ટીમના દરેક ખેલાડીને પોતાની જગ્યાએથી ન હટવા કહ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More