Home> Sports
Advertisement
Prev
Next

મોહાલીમાં 'UPA'ના કારણે ઓસ્ટ્રેલિયા જીત્યું, મેચ બાદ વિરાટ કોહલીએ પણ કબુલ્યું

મોહાલીમાં ટીમ ઈન્ડિયાના મોઢામાંથી જીતનો કોળિયો 'UPA'ની તિકડી છીનવીને લઈ ગઈ. ભારતે 359 રન જેટલો વિશાળ સ્કોર કર્યો પરંતુ આમ છતાં મોહાલીના મેદાનમાં તે હાર્યું જેનું કારણ હતું

મોહાલીમાં 'UPA'ના કારણે ઓસ્ટ્રેલિયા જીત્યું, મેચ બાદ વિરાટ કોહલીએ પણ કબુલ્યું

નવી દિલ્હી: મોહાલીમાં ટીમ ઈન્ડિયાના મોઢામાંથી જીતનો કોળિયો 'UPA'ની તિકડી છીનવીને લઈ ગઈ. ભારતે 359 રન જેટલો વિશાળ સ્કોર કર્યો પરંતુ આમ છતાં મોહાલીના મેદાનમાં તે હાર્યું જેનું કારણ હતું UPA. સીધા શબ્દોમાં કહીએ તો મોહાલી વનડેમાં યુપીએના સમર્થનથી જ ઓસ્ટ્રેલિયા જીત મેળવી શક્યું. આ વાત ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ મેચમાં મળેલી હાર બાદ  કબુલ્યું. 

fallbacks

ઓસ્ટ્રેલિયાને જીતાડનાર UPA
જો કે અહીં યુપીએનો અર્થ ભારતીય રાજકારણના ગઠબંધન યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાને જીત અપાવનાર તિકડી UPA છે. ઓસ્ટ્રેલિયા માટે જીતની બાજી ખેલી જનારાના નામનો શોર્ટફોર્મ UPA થાય છે. U એટલે ઉસ્માન ખ્વાજા, P એટલે પીટર હેન્ડસકોમ્બ અને A એટલે એસ્થન ટર્નર.

3 કાંગારુઓ બન્યા જીત પર ઉતારું
મોહાલી વનડેમાં ઉસ્માન ખ્વાજાએ 91 રન કર્યાં અને પીટર હેન્ડ્સકોમ્બ સાથે મળીને ત્રીજી વિકેટની શતકીય ભાગીદારી પણ કરી. પીટરે 117 રનની દમદાર ઈનિંગ ખેલી. આ બંનેના પ્રયાસો છતાં જ્યારે ઓસ્ટ્રેલિયા માટે જીત થોડી મુશ્કેલ બની તો જોરદાર પરફોર્મનસ આપ્યું એસ્થન ટર્નરે. ટર્નરે મોહાલીની સપાટ પીચ પર 43 બોલમાં અણનમ 84 રન બનાવ્યાં. 

UPAએ હરાવ્યાં- વિરાટ
મેચ બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ ત્રણ કાંગારુ બેટ્સમેનોના પ્રદર્શનને ટીમ ઈન્ડિયાની હારનું મોટુ કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે ટર્નરે ખતરનાક ઈનિંગ રામીને મેચને ટર્ન કરી દીધી. હેન્ડસકોમ્બે પણ શાનદાર ઈનિંગ રમી જેના બીજા છેડે ઉસ્માન ખ્વાજાનો સાથ મળ્યો અને આ મેચ અમારા હાથમાંથી સરી ગઈ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More