Home> Sports
Advertisement
Prev
Next

અમેરિકન ઓપનઃ મેરાથોન મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચ્યો નડાલ

સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ રોજર ફેજરર પોતાના છઠ્ઠા યૂએસ ઓપનનું ટાઇટલ જીતવાની દોડમાંથી બહાર થઈ ગયો છે. હવે નડાલ માટે ટ્રોફી જીતવાનો માર્ગ સરળ થઈ ગયો છે. 

 અમેરિકન ઓપનઃ મેરાથોન મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચ્યો નડાલ

ન્યૂયોર્કઃ વર્લ્ડ નંબર-1 રાફેલ નડાલ વર્ષના ચોથા ગ્રાન્ડ સ્લેમ અમેરિકન ઓપનના સેમીફાઇનલમાં પહોંચી ગયો છે. મેરેથોન ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને પરાજય આપ્યો હતો. 

fallbacks

4 કલાક 49 મિનિટ સુધી ચાલેલા મેચમાં સ્પેનના દિગ્ગજ નડાલે થિએમનો પડકાર ધ્વસ્ત કર્યો હતો. નંબર-1 નડાલે પાંચ સેટ સુધી ચાલેલા આ મેચમાં થિએમને  0-6, 6-4, 7-5, 6-7 (4-7), 7-6 (7-5) હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો છે. 

પોતાની જીત બાદ નડાલે કહ્યું, મેં ડોમિનિકની માફી માંગી અને કહ્યું કે તે આગળ વધતો રહે. તેની પાસે મેચ જીતવા માટે ઘણો સમય છે. તેમાં કોઈ શંકા નથી કે તેની પાસે ભવિષ્યમાં ઘણી તક મળશે. 

પોતાના કેરિયરમાં 17 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર નડાલનો સામનો હવે સેમીફાઇનલ મેચમાં આર્જેન્ટીનાના ખેલાડી જુઆન માર્ટિન ડેલ પોટ્રો સામે 8 સપ્ટેમ્બરે થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More