Home> Sports
Advertisement
Prev
Next

South Africa Tour: ભારતીય વનડે ટીમમાં બે યુવા ખેલાડીઓની થશે એન્ટ્રી! જોખમમાં આ દિગ્ગજનું કરિયર

સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય વનડે ટીમની જાહેરાત થવાની છે. આ પહેલાં વિજય હઝારે ટ્રોફીમાં શિખર ધવનનું ખરાબ ફોર્મ પસંદગીકારો માટે ચિંતાનો વિષય બની શકે છે. 

South Africa Tour: ભારતીય વનડે ટીમમાં બે યુવા ખેલાડીઓની થશે એન્ટ્રી! જોખમમાં આ દિગ્ગજનું કરિયર

નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકારો માટે આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા વનડે ટીમ માટે ઓપનિંગ બેટર શિખર ધવનનું વિજય હઝારેમાં ફોર્મ ચિંતાનો વિષય બની શકે છે. તો યુવા બેટર રુતુરાજ ગાયકવાડ અને વેંકટેશ અય્યરની ટીમમાં જગ્યા પાકી માનવામાં આવી રહી છે. 

fallbacks

હવે થશે વનડે ટીમની જાહેરાત
જાન્યુઆરી 2022માં રમાનાર ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે રોહિત શર્માને કેપ્ટન બનાવી લીધો છે. પરંતુ હજુ વનડે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. 

કેટલા ખેલાડીઓને મળશે સ્થાન?
હવે તે જોવાનું છે કે ભારતીય સિલેક્શન કમિટી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર વનડે સિરીઝ માટે બાયો-બબલ અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખતા કેટલા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપે છે. 

fallbacks

ગાયકવાડ અને વેંકટેશની ધમાલ
વિજય હઝારે ટ્રોફીની ચાલી રહેલી સીઝનમાં ગાયકવાડ અને અય્યરે અત્યાર સુધી ક્રમશઃ ત્રણ અને બે સદી ફટકારી છે. તો અય્યરે વિકેટ પણ ઝડપી છે. જેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સ્થાને પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યો છે. 

હાર્દિકનું સ્થાન લઈ શકે છે વેંકટેશ
ભારતીય ટીમમાં ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને કેએલ રાહુલ પાસે છે. તેવામાં વેંકટેશ અય્યરને હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં તક મળી શકે છે. તે પાંચમાં કે છઠ્ઠા ક્રમે બેટિંગ કરીને ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. 

આફ્રિકાના પ્રવાસે જઈ રહ્યો છે વેંકટેશ
બીસીસીઆઈના એક સૂત્રએ ગોનીયતાની શરત પર પીટીઆઈ-ભાષાને કહ્યું- વેંકટેશ ચોક્કસપણે આફ્રિકાના પ્રવાસે જઈ રહ્યો છે. તે દરેક મેચમાં બોલિંગ કરી રહ્યો છે અને હાર્દિક પંડ્યા અનફિટ હોવાને કારણે તેને તક આપવાનો સારો સમય છે. 

આ પણ વાંચોઃ આખરે ટીમ ઈન્ડિયાને મળી ગયો હાર્દિક પંડ્યાનો વિકલ્પ! આ ખેલાડીએ દૂર કરી રોહિત શર્માની ચિંતા!

વનડે ટીમમાં હશે વેંકટેશ
બીસીસીઆઈના સૂત્રએ કહ્યું- નવા ટીમ મેનેજમેન્ટે તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની સલાહ આપીને સારૂ કામ કર્યુ છે. જો તે ઈજાગ્રસ્ત ન થાય તો આફ્રિકા સામે વનડે સિરીઝ માટે તેનું નામ હશે. 

fallbacks

ગાયકવાડ કાપશે ધવનનું પત્તુ
મહારાષ્ટ્રનો કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આઈપીએલનું ફોર્મ જાળવી રાખતા વિજય હઝારે ટ્રોફીમાં દમદાર પ્રદર્શન કર્યુ છે. તેણે ત્રણ મેચમાં સતત ત્રણ સદી ફટકારી હતી. બીજીતરફ વિજય હઝારે ટ્રોફીની ચાર મેચમાં શિખર ધવન માત્ર 44 રન બનાવી શક્યો છે. તેવામાં ધવનનું આંતરરાષ્ટ્રીય કરિયર સમાપ્ત થઈ શકે છે. જ્યારે ગાયકવાડ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More