Home> Sports
Advertisement
Prev
Next

Ranji Trophy : વિદર્ભે સતત બીજી વાર ખિતાબ જીતીને રચ્યો ઇતિહાસ, સરવટેએ લીધી 11 વિકેટ 

વિદર્ભ ફાઇનલમાં સૌરાષ્ટ્રને હરાવીને સતત બીજીવાર રણજી ચેમ્પિયન બની ગયું છે

Ranji Trophy : વિદર્ભે સતત બીજી વાર ખિતાબ જીતીને રચ્યો ઇતિહાસ, સરવટેએ લીધી 11 વિકેટ 

નાગપુર : રણજી ટ્રોફીમાં વિદર્ભે ઇતિહાસ રચી દીધો છે. વિદર્ભે ફાઇનલમાં સૌરાષ્ટ્રને 78 રનથી હરાવીને બીજીવાર રણજી ટ્રોફીનો ખિતાબ કબજે કરી લીધો છે. આ  જીત સાથે વિદર્ભે સાબિત કરી દીધું છે કે ગયા વર્ષે ટીમને મળેલી જીત તુક્કો નહીં પણ આકરી મહેનતનું પરિણામ હતી. વિદર્ભને સૌરાષ્ટ્ર સામેની આ મેચ જીતવા માટે પાંચમા અને છેલ્લા દિવસે પાંચ વિકેટની જરૂર હતી. આ સામે જીત માટે 206 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી સૌરાષ્ટ્રની ટીમને વધારે 148 રન જોઈતા હતા. 

fallbacks

વિદર્ભના કોચ ચંદ્રકાંત પંડિતે કહ્યું હતું કે દરેક એમ લાગી રહ્યું હતું કે ગયા વખતે અમે કોઈ મહેનત વગર જ ખિતાબ જીતી લીધો હતો. અમારા પર આ ખિતાબ જાળવી રાખવાનું દબાણ હતું પણ અમારું ફોકસ પ્રક્રિયા પર હતું. છેલ્લા દિવસે વિદર્ભના બોલરોએ સૌરાષ્ટ્રને 127 રન પર આઉટ કરી દીધું હતું. ટીમના વિશ્વરાજ જાડેજા  (52) અને કમલેશ મકવાણા (14)એ પહેલા કલાક સુધી જાળવીને બેટિંગ કરી પણ આ જોડી તુટી પછી હાર નિશ્ચિત હતી. 

મેન ઓફ ધ મેચ એવા ડાબોડી સ્પિન આદિત્ય સરવટેએ આજે પાંચમાંથી ત્રણ વિકેટ લીધી. તેણે મેચમાં  57 રન આપીને 11 વિકેટ લીધી જેમાં બીજી ઇનિંગની છ વિકેટોનો પણ સમાવેશ થાય છે. સરવટેએ બીજી ઇનિંગમાં 49 રન બનાવીને સૌરાષ્ટ્ર સામે 206 રનનું લક્ષ્ય મુક્યું હતું. વિદર્ભ ટુર્નામેન્ટના ઇતિહાસની એવી છઠ્ઠી ટીમ છે જેણે ખિતાબ જાળવી રાખ્યો છે. મુંબઈ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને દિલ્હીએ આ પહેલાં સતત બે વાર ખિતાબ જીત્યા છે. 

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More