નવી દિલ્હીઃ ક્રિકેટમાં કંઇપણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. આંધ્ર ક્રિકેટ ક્લબના એક મેચમાં જે થયું તે, જોઈને તમે ચોંકી જશો. દેસાઈ અને જૂની ડોમ્બિવલી વચ્ચે મેચ રમાઈ રહી હતી. દેસાઈ ટીમને અંતિમ બોલ પર મેચ જીતવા માટે 6 રનની જરૂર હતી અને તેણે આ મેચ જીતી લીધી.
ચોંકાવનારી વાત તે છે કે ટીમના બેટ્સમેને સિક્સ ફટકાર્યા વિના જીત મેળવી અને વિરોધી ટીમના બોલરને કારણે. જીત નોંધાવ્યા બાદ પણ દેસાઈ ટીમના ખાતામાં એક બોલ બાકી હતો. મહત્વનું છે કે, વિરોધી ટીમના બોલરે સતત છ વાઇડ બોલ ફેંકી અને બેટ્સમેનની કોઈપણ પ્રકારની મહેનત વગર દેસાઈ ટીમે મેચ જીતી લીધી હતી.
6 runs needed off 1 ball and the team scored it with 1 ball to spare 😂 pic.twitter.com/XOehccVBzA
— Amit A (@Amit_smiling) January 8, 2019
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. 76 રનના ટાર્ગેટને દેસાઈ ટીમે એક બોલ બાકી રહેતા પાર કરી લીધો હતો. આ પાંચ ઓવરની મેચ હતી. છેલ્લો બોલ જ્યારે વાઇડ ગયો તો દેસાઈ ટીમ જશ્ન મનાવવા લાગી અને વિરોધી ટીમના ખેલાડીઓ બોલર પર ગુસ્સે થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે