Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટના ઈતિહાસમાં 9 બેટ્સમેન થયા માંકડ રન આઉટ, 72 વર્ષ જૂની છે રીત

13 ડિસેમ્બર 1947માં વીનૂ માંકડે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. માંકડ બોલિંગ કરી રહ્યો હતો, જ્યારે બ્રાઉન ક્રીઝની બહાર નિકળ્યો, માંકડે તેને રનઆઉટ કરી દીધો.

ક્રિકેટના ઈતિહાસમાં 9 બેટ્સમેન થયા માંકડ રન આઉટ, 72 વર્ષ જૂની છે રીત

નવી દિલ્હીઃ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર જયપુરના એસએમેસ સ્ટેડિયમમાં માંકડ રનઆઉટ જોવા મળ્યું હતું. આ અનોખો નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે ચોથા લીગ મેચ દરમિયાન કિંગ્સ ઇલેનવ પંજાબના કેપ્ટન આર.અશ્વિને રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને નોન સ્ટ્રાઇકર એન્ડ પર આઉટ કરી દીધો હતો. અશ્વિને જોયું કે જોસ બટલર બોલ છોડ્યા પહેલા જ ક્રીઝ છોડીને આગળ નિકળી રહ્યો હતો, ત્યારે અશ્વિને બેલ્સ ઉડાવી દીધા. પરંતુ ઓન ફીલ્ડ અમ્પાયરે નિર્ણય ન લીધો, પરંતુ થર્ડ અમ્પાયરે બટલરને રન આઉટ ગણાવ્યો હતો. બટલર બીજીવાર આ રીતે આઉટ થયો છે. આ પહેલા 2014માં શ્રીલંકાના સ્પિન બોલર સચિત્રા સેનાનાયકેએ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં બટલરને આઉટ કર્યો હતો. ક્રિકેટ ઈતિહાસમાં 9 વખત માંકડ રનઆઉટની ઘટનાઓ બની છે. 

fallbacks

શું છે માંકડ રનઆઉટ
મેચ દરમિયાન નોન સ્ટ્રાઇકર એન્ડ પર રહેલો બેટ્સમેન, બોલરના હાથમાંથી બોલ છૂટ્યા પહેલા ક્રીઝની બહાર નિકળે તો બોલર તેને રન આઉટ કરી શકે છે. તેમાં બોલ રેકોર્ડ થતો નથી પરંતુ વિકેટ પડી જાઈ છે. 

72 વર્ષ પહેલા વીનૂ માંકડે શોધી હતી આ રીત
13 ડિસેમ્બર 1947માં વીનૂ માંકડે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. માંકડ બોલિંગ કરી રહ્યો હતો, જ્યારે બ્રાઉન ક્રીઝની બહાર નિકળ્યો, માંકડે તેને રનઆઉટ કરી દીધો. તે સમયમાં માંકડે બ્રાઉનને બે વખત આ રીતે આઉટ કર્યો હતો. પરંતુ માંકડે મેચમાં બ્રાઉનને રન આઉટ કર્યા પહેલા વોર્નિંગ આપી હતી. રન આઉટની આ રીતને અનૌપચારિક રીતે માંકડિંગ કહેવામાં આવે છે. 

ક્રિકેટ ઈતિહાસમાં 9 વખત બની આ ઘટના

ટેસ્ટ મેચમાં

- 1947ના ભારતના વીનૂ માંકડે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બિલ બ્રાઉનને આઉટ કર્યો.

- 1968માં વેસ્ટઈન્ડિઝના ચાર્લી ગ્રિફિથે ઓસ્ટ્રેલિયાના ઈયાન રેડપૈથને આઉટ કર્યો હતો. 

- 1977માં ન્યૂઝીલેન્ડના ઇવાન ચૈટફીલ્ડે ઈંગ્લેન્ડના ડેરેક રૈન્ડલને આઉટ કર્યો હતો.

- 1978માં ઓસ્ટ્રેલિયાના એલન હર્સ્ટે પાકિસ્તાનના સિકંદર બખ્તને આઉટ કર્યો. 

IPLમાં 'માંકડિંગ' કરવાનું નથી, ધોની-કોહલીની બેઠકમાં થયું હતું નક્કીઃ રાજીવ શુક્લા 

વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં

- 1974માં ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલે ઈંગ્લેન્ડના બ્રાયન લકહર્સ્ટને આઉટ કર્યો હતો.

- 1992માં ન્યૂઝીલેન્ડના દીપક પટેલે ઝિમ્બાબ્વેના ગ્રાન્ટ ફ્લાવરને આઉટ કર્યો હતો.

- 1992માં ભારતના કપિલ દેવે સાઉથ આફ્રિકાના પીટર કર્સ્ટનને આઉટ કર્યો હતો. 

- 2014માં શ્રીલંકાના સચિત્રા સેનાનાયકેએ ઈંગ્લેન્ડના બટલરને આઉટ કર્યો હતો. 

IPL 2019: અશ્વિન બોલ્યો- ખેલ ભાવના કેવી, ક્રિકેટના નિયમો પર વિચાર કરો

ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં

- 2016માં એશિયા કપ ક્વોલિફાયરમાં ઓમાનના આમરી કલીમે હોંગકોંગના માર્ક ચૈપમૈનને આઉટ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More