નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં બીજા ટી-20 મેચમાં અક અજીબ ઘટના બની હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 148 રનનો લક્ષ્ય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઈનિંગની ત્રીજી ઓવરમાં ડિઆર્સી શોર્ટની વિકેટ ગુમાવી દીધી હતી. ઇમામ વસીના એક બોલ પર ફિન્ચે સીધો શોટ માર્યો હતો. બોલ નોન સ્ટ્રાઇકર શોર્ટના બેટને અડીને સ્ટંમ્પને લાગ્યો. અમ્પાયરે તેને આઉટ આપી દીધો. રિપ્લેમાં ચોખુ દેખાતું ન હતું કે શોર્ટ આઉટ છે કે નહીં, પરંતુ ત્રીજા અમ્પાયરે શોર્ટને આઉટ આપ્યો હતો.
એરોન ફિન્ચ અને શોર્ટ બંન્નેને વિશ્વાસ ન આવ્યો. ફિન્ચ ગુસ્સામાં મેદાનની બહાર જવા લાગ્યો, પરંતુ ફરી રોકાઈ ગયો હતો. નિર્ણય પાકિસ્તાનના પક્ષમાં ગયો હતો. મેચ બાદ ગ્લેન મેક્સવેલે કહ્યું કે, શોર્ટ નોટઆઉટ હતો.
મેચ બાદ મેક્સવેલે પત્રકાર પરિષદમાં કહ્યું, અમે નિશ્ચિત રીતે જોઈ રહ્યાં હતા કે શોર્ટનું બેટ ક્રીઝમાં હતું. આ તેમ પણ હોઈ શકે કે અમ્પાયરે ભૂલમાં ખોટું બટન દબાવી દીધું હોય. અંતે ભૂલ તો બધાથી થાય છે. તેણે કહ્યું, જે રીતે શોર્ટે બેટની લાઈનને ઉપરથી પડકી હતી, તે ત્યારે સંભવ છે જ્યારે બેટ જમીન પર હોય.
આ વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ પણ આ રનઆઉટ પર કન્ફયુઝ દેખાયો હતો. તેણે કહ્યું, મને સમજાતું નથી કે આ રનઆઉટ પર આટલા રિએક્શન કેમ આવી રહ્યાં છે. શોર્ટ રનઆઉટ હતો કેમ કે તેનું બેટ ક્રીઝની બહાર હતું.
D'Arcy Short's bat... up or down? pic.twitter.com/m25auZCdBa
— FOX SPORTS Cricket (@FoxCricket) October 27, 2018
નોઁધનીય છે કે પાકિસ્તાને દુબઈમાં રમાયેલી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવીને ત્રણ મેચોની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 8 વિકેટે 136 રન બનાવી શક્યું હતું. ઇમાદ વસીમને તેની શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે