નવી દિલ્હી : દુનિયામાં માથા ફરેલ શખ્સોની જાણે કોઇ કમી નથી. ભલે પછી એ ભારત હોય કે વિશ્વનું કોઇ અન્ય શહેર હોય. આ સમયે રશિયામાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ દરમિયાન આવી એક ચોંકાવનારી ઘટના સામે આવતાં વિવાદ સર્જાયો છે. ફૂટબોલ વિશ્વ કપને લઇને ફૂટબોલ પ્રેમીઓ, પર્યટકો અને મીડિયા આખું જાણે અહીં ઉમટ્યું છે ત્યારે મહિલા મીડિયા કર્મી સાથે બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. એક જર્મન મહિલા પત્રકાર સાથે આ વ્યક્તિએ શરમજનક હરકત કરી દીધી છે. આ હરકત તેએ એવા સમયે કરી જ્યારે મહિલા રિપોર્ટિંગ કરી રહી હતી. આ ઘટનાનો વીડિયો હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
રશિયામાં એક જર્મન ચેનલની મહિલા સ્પોર્ટ્સ રિપોર્ટર જુલિએથ ગોંજાલેજ થેરન ફીફા મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર રિપોર્ટીંગ કરી રહી હતી. જ્યારે તે ઓન કેમેરા પરિસ્થિતી વર્ણવી રહી હતી, તે દરમિયાન એક વ્યક્તિ આવ્યો અને તેનાં ગાલ પર ચુમી લીધું હતું. ત્યાર બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. મહિલા રિપોર્ટર આ હરકતથી થોડી ચોંકી જરૂર ગઇ હતી પરંતુ તેણે પોતાની ડ્યુટી ચાલુ રાખી હતી.
રિપોર્ટિંગ પુર્ણ કર્યા બાદ તેણે પોતાનો ગુસ્સો ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યો હતો. આ મહિલા રિપોર્ટરે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો. ઇન્સ્ટા પર તેણે પોતાનો ગુસ્સો પ્રકટ કરતા લખ્યું કે, સન્માન, અમે આ પ્રકારનાં ખરાબ વલણનાં હકદાર નથી. અમારુ કામ પણ મહત્વનું છે. અમે પણ પ્રોફેશનલ છીએ. હું ફુટબોલની ખુશી શેર કરૂ છું. પરંતુ આપણે હવે પ્રેમ અને શોષણ વચ્ચેની હદને સમજવાની જરૂર છે.
મહિલા રિપોર્ટરે લખ્યું કે, હું ઘટના સ્થળ પર બ્રોડકાસ્ટ માટે 2 કલાક સુધી ત્યાં રહી. પરંતુ મને ત્યાં કોઇ જ પરેશાની નહોતી. પરંતુ તે વ્યક્તિની હરકત સહ્ય નથી. જ્યારે મે તેને તે સ્થળે શોધ્યો, તો તે નહોતો મળ્યો. સંભવ છે કે તે ત્યાંથી જતો રહ્યો હોય. જુલિયથ કોલંબિયાની છે અને બર્લિનમાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે