નવી દિલ્હીઃ વિશ્વભરમાં પાગલપનની કોઇ કમી નથી. પછી ગમે તે જગ્યા હોઈ. રૂસમાં આ સમયે ફીફા વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. વિશ્વભરની ફુટબોલ ટીમો, પ્રવાસીઓ અને મીડિયા અહીં પહોંચ્યું છે. મીડિયામાં કવરેજ માટે અહીં તમામ દેશોના પ્રતિનિધિ પહોંચ્યા છે. તેવામાં એક જર્મન મહિલા પત્રકાર સાથે એક વ્યક્તિએ આપત્તિજનક હરકત કરી દીધી. આ હરકત તેણે ત્યારે કરી જ્યારે મહિલા રિપોર્ટિંગ કરી રહી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મહત્વનું છે કે એક જર્મન ચેનલની મહિલા સ્પોર્ટસ રિપોર્ટર જૂલિએથ ગોંજાલેન થેરન ફીફા મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર રિપોર્ટિંગ કરી રહી હતી. જ્યારે કેમેરો ચાલુ હતો ત્યારે જાણકારી આપી રહી હતી, આ દરમિયાન એક વ્યક્તિ આવ્યો અને તેના ગાલ પર કિસ કરી. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો. મહિલા રિપોર્ટર આ ઘટનાથી ચોંકી ગઈ પરંતુ તેણે પોતાની વાત કહેવાનું શરૂ રાખ્યું હતું.
રિપોર્ટિંગ પૂર્ણ કર્યા બાદ તેણે પોતાનો ગુસ્સો ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યો. આ મહિલાએ રિપોર્ટિંગની ઘટનાનો વીડિયો શેર કર્યો. ઈન્સ્ટાગ્રામ પર તેણે પોતાનો ગુસ્સો જાહેર કરતા લખ્યું.... સન્માન! અમે આ પ્રકારના કરાબ વર્તનના હકદાર નથી. અમારૂ કામ મહત્વનું છે. અમે પણ પ્રોફેશનલ્સ છીએ. હું ફુટબોલની ખુશીને શેર કરૂ છું, પરંતુ અમારે પ્રેમ અને શોષણ વચ્ચેની હદને ઓળખવાની જરૂર છે.
મહિલા રિપોર્ટરે લખ્યું, હું ઘટનાસ્થળ પર બ્રોડકાસ્ટ માટે 2 કલાક સુધી ત્યાં રહી. પરંતુ ત્યાં મને કોઇ મુશ્કેલી ન હતી. પરંતુ તે વ્યક્તિની હરકત સહન કરવા લાયક ન હતી. જ્યારે મેં તેને તે જગ્યાએ શોધ્યો પરંતુ તે ન મળ્યો. સંભવ છે તે જતો રહ્યો હશે. જૂલીયથ કોલંબિયાની છે અને બર્લિનમાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે