Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: હાર્દિક પંડ્યાએ પકડ્યો સુપર મેન કેચ, વિલિયમસન લાચાર

હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં વાપસી કરતા એક શાનદાર કેચ કર્યો હતો. 
 

VIDEO: હાર્દિક પંડ્યાએ પકડ્યો સુપર મેન કેચ, વિલિયમસન લાચાર

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી મેચમાં વાપસી કરતા પંડ્યાએ દેખાડી દીધું કે તે કેમ ટીમ ઈન્ડિયા માટે ખાસ છે. પહેલા હાર્દિકે કેપ્ટન કેન વિલિયમસનને શાનદાર કેચ પકડીને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. હાર્દિકે આ પહેલા સપ્ટેમ્બરમાં ટીમ ઈન્ડિયા માટે મેચ રમી હતી. સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં તે વાપસી કરવાનો હતો પરંતુ એક વિવાદીત નિવેદનને કારણે તેના પર પ્રતિબંધ લાગી ગયો હતો. 

fallbacks

પંડ્યાએ આ કેચ ચહલની ઓવરમાં કર્યો હતો. કેને શોટ ફટકાર્યો તો પંડ્યાએ હવામાં ડાઇવ મારીને કેચ કરી લીધો હતો. ગત મેચમાં પણ કેન ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં આઉટ થયો હતો. ત્યારબાદ વિલિયમસન 17મી ઓવરમાં ટીમનો સ્કોર 59 રન પર આઉટ થઈ ગયો હતો. 

રણજી ટ્રોફીઃ 'ધ વોલ' પૂજારાની અણનમ સદી, કર્ણાટકને હરાવી સૌરાષ્ટ્ર ફાઇનલમાં 

ચહલના બોલ પર હાર્દિકનો કમાલ
ઈનિંગની 17મી ઓવરમાં યુજવેન્દ્ર ચહલના બોલ પર આગળ વધીને મિડ વિકેટ તરફ શોટ રમ્યો પરંતુ બોલને નીચો ન રાખી શક્યો. તો શોર્ટ મિડ વિકેટ પર હાર્દિક પંડ્યા ઉભો હતો તેણે પોતાની ડાબી તરફ શાનદાર ડ્રાઇવ લગાવી અને કેચ ઝડપી લીધો હતો. આ કારણે વિલિયમસને પેવેલિયન પરત જવું પડ્યું હતું. પંડ્યાએ કેચ પકડીને તે રીતે જશ્ન ન મનાવ્યો જે રીતે તે મનાવે છે. 

ન્યૂઝીલેન્ડની ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 243 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More