નવી દિલ્હીઃ દરેક રમતની જેમ ક્રિકેટમાં પણ દરરોજ નવા-નવા પ્રયોગ થતા રહે છે. ખેલાડી અનેક વખત કંઈક એવું નવું કરે છે કે જૈ સોને ચકિત કરી દે છે. જોકે, આ નવીનતા નિયમો અુસાર હોવી જોઈએ. ક્રિકેટમાં આજકાલ નવીનતા પણ એક ફેશન બનતી જઈ રહી છે.
બેટ્સમેન રિવર્સ સ્વીપ, હેલિકોપ્ટર શોટ અને સ્વિચ જેવા નવા-નવા પ્રકારના શોટ શોધી રહ્યા છે. જોકે, બોલરો પર રહેલા જાત-જાતના પ્રતિબંધોને કારણે તેઓ વધુ કંઈક નવું કરી શકતા નથી. ખાસ કરીને આધુનિક ક્રિકેટમાં.
ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ ફેસબુક પેજ પર તાજેતરમાં જ એક વીડિયો અપલોડ કરાયો છે. જેમાં એક ડાબોડી સ્પિન બોલર 360 ડિગ્રી ફરીને બોલિંગ કરી રહ્યો છે. જોકે, અંપાયરે આ બોલને ડેડબોલ જાહેર કર્યો હતો. આ સ્વિચ એક્શનમાં બોલરે પોતાના આર્મ્સ
ને સ્વિચ કર્યા નથી, પરંતુ પોતાનું આખું શરૂર જ ગોળ ફેરવી નાખ્યું છે. જેના કારણે આ બોલર તરફ અનેક લોકોનું ધ્યાન ખેંચાયું છે.
આ એક અલગ પ્રકારની જ બોલિંગ એક્શન છે અને કદાચ જ તેને મંજૂરી મળશે. જોકે, લોકો અત્યારે તો આ બોલિંગ એક્શનનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર અત્યાર સુધીમાં 15000થી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે.
Weirdo...!! Have a close look..!! pic.twitter.com/jK6ChzyH2T
— Bishan Bedi (@BishanBedi) November 7, 2018
કેટલાક લોકોને એમ લાગે છે કે આ સંપૂર્ણપણે યોગ્ય ડિલીવરી છે તો વળી કેટલાક અમ્પાયરના નિર્ણયને યોગ્ય માને છે. ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીમાં આવી અનેક અસામાન્ય બોલિંગ એક્શન જોવા મળી છે.
ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર પણ આ વીડિયો અપલોડ કરાયો છે.
ક્રિકેટના પ્રશંસકોએ પણ આ વીડિયો ઉપર અત્યંત રસપ્રદ કોમેન્ટ કરી છે.
જેમાં પ્રશંસકો અમ્પાયર અને બોલર સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
આપને યાદ કરાવી દઈએ કે દક્ષિણ આફ્રિકન ક્રિકેટના ઈતિહાસમાં પોલ એડમ્સનું નામ હંમેશાં યાદ રાખવામાં આવે છે. ખાસ કરીને તેમની યાદગાર બોલિંગ એક્શન માટે. 2016માં ગુજરાત લાયન્સ તરફથી ડેબ્યુ કરનારા શિવિલ કૌશિકે પણ અનેક લોકોનું ધ્યાન પોતાની બોલિંગ એક્શન તરફ ખેંચ્યું હતું.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શન પણ પ્રારંભિક સમયમાં શંકાના ઘેરામાં હતી. બિનપરંપરાગત એક્શન અને સહજ ગતિ સાથે આજે બુમરા વન ડેમાં નંબર એક બોલર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે