ભુવનેશ્વરઃ ઓડિશાની યજમાનીમાં આયોજીત થઈ રહેલા હોકી વિશ્વકપનો મંગળવારે સત્તાવાર રીતે પ્રારંભ થઈ ગયો છે. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં મંગળવારે ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન, બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન અને અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની પ્રસ્તુતિથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. સંગીતકાર રહેમાને પોતાના ગ્રુપની સાથે જગમગતી લાઇટોની વચ્ચે જય હિંદ-હિંદ... જય ઈન્ડિયા ગાયને ઉદ્ઘાટન સમારોહની શરૂઆત કરી હતી.
📽️ | More brilliance on the skies above Kalinga Stadium. All this...because our hearts have, will and will keep, beating for hockey.#HWC2018 #Odisha2018 #OdishaHockeyWCInauguration pic.twitter.com/htCKuytwC1
— Hockey World Cup 2018 - Host Partner (@sports_odisha) November 27, 2018
ત્યારબાદ યજમાન ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકના મંચ પર આવીને હોકી વિશ્વકપના ઉદ્ઘાટનની સત્તાવાર જાહેરાત કરી હતી. વિશ્વ હોકી મહાસંઘ (એફઆઈએચ)ના અધ્યક્ષ ડો. નરિન્દર બત્રાએ સમારોહને આટલા મોટા સ્તર પર આયોજન માટે મુખ્યપ્રધાન નવીન પટનાયક અને દેશનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ ટીમના કેપ્ટન વારાફરતી મંચ પર આવ્યા હતા. આ તમામની સાથે એક-એક આદિવાસી બાળક પણ હતું જેના હાથમાં હોકીની સ્ટિક હતી.
📽️ | @arrahman's rendition of #MaaTujheSalam has moved every soul in the stadium.#HWC2018 #Odisha2018 #OdishaHockeyWCInauguration pic.twitter.com/aS7YLwE6Q3
— Hockey World Cup 2018 - Host Partner (@sports_odisha) November 27, 2018
કેપ્ટનો બાદ શાહરૂખ ખાન મંચ પર આવ્યા. કિંગ ખાને તમામ 16 ટીમોના કેપ્ટનોની હાજરીમાં પોતાની હિટ ફિલ્મ ચક દે ઈન્ડિયાનો પ્રખ્યાત ડાયલોગ બોલ્યો, 'આ 70 મિનિટ પોતાની જિંદગીની સાથે ખાસ પળ છે અને તમારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં.' તેના આ ડાયલોગની સાથે સમારોહમાં હાજર દર્શકો ચક દે ઈન્ડિયાનો નારો લગાવવા લાગ્યા હતા.
Gracing the stage at the #HWCOpeningCeremony is none other than the one and only @MadhuriDixit 💃🏼#HWC2018 #Odisha2018 #OdishaHockeyWCinauguration pic.twitter.com/fPE7wzr5kH
— Hockey World Cup 2018 - Host Partner (@sports_odisha) November 27, 2018
શાહરૂખ બાદ ધક-ધક ગર્લના નામથી પ્રખ્યાત બોલીવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે પોતાની પ્રસ્તુતિ આપી હતી. તેણે લગભગ 1000 ડાન્સરોની સાથે ધ અર્થ સોન્ગ ડાન્સ ડ્રામા રજૂ કર્યો હતો.
માધુરી અને ડાન્સરોની સાથે ઓડિશાના આદિવાસીઓની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવી જેમાં આશરે 800 શાળાના બાળકો નજર આવ્યા હતા. અંતમાં રહેમાને વિશ્વકપ થીમ સોંગ જય હિંદ હિંદ જય ઈન્ડિયાના ગીતની સાથે સમારોહનું સમાપન કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે