નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુવા ખેલાડી પૃથ્વી શોનો ડેબ્યુ એક સોનેરી સપના જેવો રહ્યો હતો. 18 વર્ષના પૃથ્વી શોએ વેસ્ટઇન્ડિઝને 2-0થી હાર આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પહેલી ટેસ્ટમાં તેણે શાનદાર 134 અને બીજી ટેસ્ટમાં 70 અને 33રનની ઇનિંગ રમી હતી. પરંતું અંતિમ ટેસ્ટની બીજી ઇનિંગમાં તે એમ્પાયરના કારણે આઉટ થત બચી ગયો હતો. મેચના ત્રીજા દિવસે પૃથ્વી શોએ એ સમયે બચી ગયો જ્યારે એમ્પાયરે તેમને ભૂલના કારણે આઉટ ન આપ્યો. જેસન હોલ્ડરના એક શૉટ પીચ બોલ પર પૃથ્વીના ડાબા હાથ પર વાગી હતી. હોલ્ડરે રિવ્યૂ લીધો જેમાં ચોખ્ખુ દેખાઇ રહ્યું હતું કે, બોલ ઇન લાઇન પીચ કરી રહ્યો છે. અને જો પૃથ્વીને બોલ ના વાગ્યો હોત તે સીધો સ્ટંપ પર વાગી ગયો હતો અને પૃથ્વી આઉટ થઇ જાત.
પરંતુ પૃથ્વી શો આ રીતે આઉટ થયો નહિ કારણ કે, મેદાનમાં ઉભા રહાલ એમ્પાયર ઇયાન ગોલ્ડે તને નોટઆઉટ આપ્યો હતો. આ બાદ મેચની બીજી ઇનિંગમાં પૃથ્વી શોએ 33 રનની ઇનિંગ રમી હતી. ભારત બીજી ટેસ્ટમાં વેસ્ટઇન્ડિઝ સામે 10 વિકેટથી જીત મેળવી હતી.
વધુ વાંચો...INDvsWI: વિરાટ કોહલીએ હૈદરાબાદમાં બનાવ્યો વધુ એક રેકોર્ડ, મિસ્બાહને છોડ્યો પાછળ
મહત્વનું છે, કે ત્યાર બાગ એમ્પાયર ઇયાન ગોલ્ડને તેની ભૂલનો અહેસાસ થયો અને કેમેરામાં દેખાયુ કે તેણે હોલ્ડરની માપી પણ માંગી હતી. હોલ્ડર અને એમ્પાયર વચ્ચે થોડી વાતચીત પણ થઇ હતી. હોલ્ડરે પણ હસીને આ નિર્ણયનો સ્વિકાર કરી લીધો હતો. અને એમ્પાયરે હોલ્ડરને સોરી કર્યું હતું, જે કેમેરામાં ચોખ્ખું દેખાઇ રહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Great gesture from Ian Gould. #INDvWI pic.twitter.com/XdMe7zEJxK
— T.S.Suresh (@editorsuresh) October 14, 2018
ક્રિકેટ ચાહકો એમ્પાયરના નિર્ણયના વખાણ કર્યા હતા
મહત્વનું છે, કે પૃથ્વી શોને આ સિરિઝ માટે મેન ઓફ ધ સિરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ તેના માટે જીવનનો સૌથી મહત્વનો સમય હતો. પૃથ્વીએ સિકિધ જીત્યા બાદ કહ્યું કે, આ સમય મારા માટે બહુ ખાસ છે. ભારત માટે મેચ પૂર્ણ કરવી એ હંમેશા માટે ખાસ હોય છે. આ મારી પહેલી સીરીઝ હતી. અને મને મેન ઓફ ધ સીરીઝ પસંદ કરવામાં આવ્યો છે.
તેણે વધુમાં કહ્યું કે, ટીમ એક પરિવાર જેવી હોય છે. જેમાં કોઇ જુનિયર અને સીનિયર હોતા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારી સફર શરૂ થઇ છે, મારે હજી ઘણું બધુ શીખવાનું છે. મને ખબર નથી કે આગળ શુ થવાનું છે. હું માત્ર આ ક્ષણનો આનંદ માણવા ઇચ્છું છું. હવે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે 5 વન-ડે અને 3 ટી-20 મેચની સિરિઝ રમાશે. જેમાં પહેલી વન-ડે મેચ 21 ઓક્ટોબરે ગુવહાટીમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે