નવી દિલ્હીઃ શ્રીલંકન બેટ્સમેન કુસલ પરેરા વેસ્ટઇન્ડિઝમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બાઉન્ટ્રી પર એક બોલ રોકવાના પ્રયત્નમાં જાહેરાતના બોર્ડ સાથે અથડાયો અને તેને ડોકમાં ગંભીર ઈજાની સંભાવનાને કારણે તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સોમવારે બાર્બાડોસમાં ચાલી રહેલી ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન વિન્ડીઝ ટીમ બેટિંગ કરી રહી હતી અને તેણે 88 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી.
સ્પિનર દિરુવાન પરેરાના બોલ પર ગૈબ્રિયલે ઉંચો શોટ લોંગઓન તરફ ફટકાર્યો. કુસલ પરેરાએ આ કેચને પકડવા માટે બાઉન્ટ્રી તરફ દોડ્યો પરંતુ કેચ પકડતા પરેરા બાઉન્ટ્રીની બહાર ચાલ્યો ગયો ત્યાં લાગેલા જાહેરાતના બોર્ડ સાથે ટકરાઇને પડી ગયો. શ્રીલંકાના તમામ ખેલાડીઓ જે વેસ્ટઇન્ડિઝની ઈનિંગ ખતમ થવાની રાહ જોતા હતા, પહેલા તો કેચ ઝડપાઇ જવાની આશાએ ત્યાં નજર લગાવીને જોતા હતા અચાનક મુશ્કેલીમાં આવીને તેની તરફ દોડ્યા.
This looks terrible. Wishing the best for Kusal Perera....https://t.co/SbzsIHd05K
— Faisal Caesar (@faisalyorker) June 26, 2018
ટીવી કેમેરામાં દેખાઇ છે કે, પરેરા હલી શકતો પણ નથી. શ્રીલંકન ખેલાડીઓની સાથે સ્પોર્ટ સ્ટાફ અને મેડિકલ ટીમ પરેરા પાસે પહોંચી અને તેને તરત જ સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. પરેરાએ ઘણા સમય સુધી પોતાનું માથુ પકડીને રાખ્યું હતું.
The news about Kusal is he in hospital under medical observation and in the process of going through some scans.
— Roshan Abeysinghe (@RoshanCricket) June 26, 2018
હોસ્પિટલમાં તેની તપાસ થઈ ત્યારબાદ ડોક્ટરોએ તેને દેખરેખમાં રાખવાનો નિર્ણય કર્યો. આ જાણકારી શ્રીલંકાના કોમેન્ટ્રેટર રોશન અભયસિંગેએ ટ્વીટર પર આપી હતી.
ત્યારબાદ તપાસ બાદ કુસલને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હજુ તેના વિશે ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો નથી કે, તે મેચના ચોથા દિવસે ઉપલબ્ધ રહેશે કે નહીં. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, જરૂર પડશે તો તેને બેટિંગ કરવા માટે મોકલી શકે છે.
“He is cleared of any serious injury, but we will have to wait and see, how he will come up tomorrow morning, before making a decision on whether to bat him or not,” said Asanka Gurusinha, the Team Manager on #KJP.
— Sri Lanka Cricket (@OfficialSLC) June 26, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે