એડિલેડ :લોકો પોતાનો પ્રેમ પામવા માટે શું શું નથી કરતા, પ્રેમી પોતાના પ્રેમિકાને વિવાહનો પ્રસ્તાવ આપવા માટે અજીબોગરીબ સ્ટાઈલ અપનાવતા હોય છે. પોતાની પ્રેમિકાને સરપ્રાઈઝ આપવાનો એક અંદાજ ક્રિકેટ (Cricket) માં પણ જોવા મળ્યો. મહિલા બિગ બૈશ લીગ ફ્રેન્ચાઈઝી (WBBL) એડિલેડ સ્ટ્રાઈકરની પ્લેયર અમાન્ડા વેલિંગટન મેચ બાદ એકદમ ચોંકી ગઈ હતી. કારણ કે, તેના પ્રેમીએ મેદાન પર આવીને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
રિંગ આપીને પ્રપોઝ કર્યું
લેક સ્પીનર વેલિંગટન મેલબર્ન રેનેગેડ્સની વિરુદ્ધ મળેલી જીતનું સેલિબ્રેશન કરી રહી હતી, ત્યારે તેના બોયફ્રેન્ડ ટેલર મૈક્કેશની અમાન્ડાને પ્રપોઝ કરવા પહોંચી ગયો હતો. તેણે ઘૂંટણ પર બેસીને અને રિંગ આપીને વેલિંગટનને પ્રપોઝ કર્યું હતું. એડિલેડ સ્ટ્રાઈકર્સે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 22 વર્ષીય અમાન્ડા પોતાના પ્રેમી દ્વારા અપાયેલા પ્રપોઝલનો જવાબ હા માં આપતી દેખાઈ હતી.
બીમારીની અફવાથી નારાજ થયા બિગબી, હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો blog
So, this just happened!!! 😃
Congrats @amandajadew and Tayler! 👏 #BlueEnergy #WBBL05 pic.twitter.com/4UzTFtHz6E
— AdelaideStrikersWBBL (@StrikersWBBL) October 19, 2019
અમાન્ડાને આવા પ્રપોઝલની અપેક્ષા ન હતી
અમાન્ડા માટે આ એક મોટી સરપ્રાઈઝ રહી હતી. તેને જરા પણ આશા ન હતી. અમાન્ડાએ કહ્યું કે, જ્યારે મેં ટેલરને મેદાનમાં જોયો તો મને લાગ્યું કે તે કદાચ ટીમની સાથે મારો ફોટો લેવા માટે આવ્યો હશે. મને બિલકુલ પણ અંદાજ ન હતો કે, ટેલર મને આ રીતે પ્રપોઝ કરશે. તેણે મને પ્રપોઝ કરીને ચોંકાવી દીધી હતી. પરંતુ હું બહુ જ ખુશ છું.
અમાન્ડાએ 2016માં ઓસ્ટ્રેલિયાની ટીમમાં એન્ટ્રી કરી હતી. તેણે પોતાની ટીમ માટે અત્યાર સુધી એક ટેસ્ટ, આઠ ટી-20 અને 12 વન-ડે મેચ રમી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે