નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે 10 વર્ષ બાદ સિરીઝ જીતી લીધી છે. તે પાંચ મેચોની સિરીઝમાં 3-0થી આગળ છે અને હવે બાકીના બંન્ને મેચોનું વધુ મહત્વ નથી. વિરાટ બ્રિગેડની આ જીતનો હીરો લાલાજી રહ્યો. લાલાજી બીજુ કોઈ ખેલાડી નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છે. શમી આ સિરીઝના પ્રથમ અને ત્રીજી વનડે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ત્રીજી મેચ બાદ ટીમ ઈન્ડિયાના સ્પિનર ચહલે શમીનું ઈન્ટરવ્યૂ લીધું હતું. શમીએ આ ઈન્ટરવ્યૂમાં ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમ વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ ગુરૂવાર (31 જાન્યુઆરી)એ રમાશે.
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ત્રીજી વનડેમાં સાત વિકેટથી કારમો પરાજય આપ્યો હતો. આ મેચ બાદ ફરી એકવાર યુજવેન્દ્ર ચહલે બીસીસીઆઈ ડોટ ટીવી માટે ઈન્ટરવ્યૂ લીધું. તે આ ઈન્ટરવ્યૂ ચહલ ટીવીના નામ પર લે છે. આ વખતે તેનો મહેમાન ત્રીજી વનડેમાં ત્રણ વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ રહેલ શમી રહ્યો હતો. ચહલ શમીનો પરિચય લાલાજી તરીકે આપે છે.
AUS OPEN: દર એક મિનિટે નોવાક જોકોવિચે કરી 2 લાખ રૂપિયાની કમાણી
ચહલે પોતાના સાથી બોલર શમીને કહ્યું કે, તમે તો વિકેટો પર વિકેટ લઈ રહ્યાં છે. તમે છવાઇ ગયા છો. શમી પોતાના પ્રદર્શનનો શ્રેય ટીમના ફિટનેસ પ્રોગ્રામ અને પ્રેક્ટિસ સત્રને આપે છે. તે કહે છે કે ટીમ ઈન્ડિયાના તમામ ક્રિકેટરો પોતાના ક્રિકેટનો એન્જોય કરે છે, જેનાથી ટીમનું પ્રદર્શન સુધરે છે.
CHAHAL TV: On our brand new episode of Chahal TV, we get in touch with India pacer @MdShami11. What is Shami's nickname in the side? @yuzi_chahal finds out 📺📺 #TeamIndia - by @RajalArora
Video Link ▶️👉👉 https://t.co/CF6BNUUe1N pic.twitter.com/1iZXuXxK1S
— BCCI (@BCCI) January 28, 2019
ટીમ ઈન્ડિયામાં છે પરિવાર જેવો માહોલ
શમી કહે છે, તમને ખ્યાલ છે કે આપણે બધા ક્રિકેટર ખુબ એન્જોય કરીએ છીએ, જેમ કે એક બીજાના પગ ખેંચવા. આ રીતે એન્જોય કર્યા બાદ ફીલ્ડ પર આવો છો તો તેનાથી ફેર પડે છે. વ્યક્તિ ફ્રેશ થઈ ગાય છે. ત્યારે ખુલીને રમે છે. તેથી સાથે એન્જોય કરવાનું ઘણું મહત્વ છે. શમીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયામાં પરિવાર જેવો માહોલ છે. આ વાત તેના પ્રદર્શનને સુધારવામાં ખુબ મદદ કરે છે. ટીમ તરીકે આગળ આ માહોલને બનાવી રાખવાનો પ્રયત્ન કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે