નવી દિલ્હીઃ શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી વનડેમાં યજમાન દેશે આ શ્રેણીનો પ્રથમ વિજય મેળવ્યો હતો. પાંચ મેચની વન ડે શ્રેણીમાં શ્રીલંકાએ પ્રથમ વખત વિશ્વમાં નંબર વન રેન્કિંગ ધરાવતી ટીમને હરાવી હતી. અન્ય મેચની જેમ આ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું. અનેક વખત ખેલાડીઓને વરસાદના કારણે પેવેલિયનમાં દોડી જવું પડ્યું હતું. આવા જ એક પ્રસંગે પાકિસ્તાનના અંપાયર અલીમ દારે એ સમયે લોકોનું દિલ જીતી લીધું, જ્યારે તેઓ મેદાન પર ઉભા રહ્યા અને પોતાના આધિકારિક નિર્ણયની રાહ જોતા રહ્યા.
મેચમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 367 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે 26 ઓવરમાં 132 રન પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. 27મી ઓવરમાં અકિલા ધનંજયે લિયામ પ્લેન્કટને આઉટ કર્યો. અંપાયર અલીમ ડારે આંગળી ઉઠાવી દીધી. એ જ સમયે વરસાદ શરૂ થઈ ગયો. પ્લેન્કટ સહિત તમામ ખેલાડી પેવેલિયન તરફ દોડવા લાગ્યા, પરંતુ અંપાયર મેદાન પર જ ઊભા રહ્યા.
Video: 10,000 રન બનાવનાર વિરાટે કહ્યું, દેશ માટે રમવું કોઇની પર ઉપકાર નથી
તેમણે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)ના નિર્ણયની રાહ ધોધમાર વરસાદમાં ઊભા રહીને જોઈએ. થર્ટ અંપાયરે પ્લેંકટને આઉટ આપ્યો છે કે નહીં તેની તેમણે રાહ જોઈ હતી. ત્રીજા અંપાયરના નિર્ણય બાદ અલીમ દારે પ્લેન્કટને આઉટ જાહેર કર્યો, એટલે કે હવે ઈંગ્લેન્ડનો સ્કોર 9 વિકેટે 132 રન થઈ ગયો હતો.
Aleem Dar you legend 🤣🤣🤣
Video from @OfficialSLC pic.twitter.com/WgMcELtE6I
— Ghumman (@emclub77) October 24, 2018
સોશિયલ મીડિયા પર અંપાયર અલીમ ડારના આ પ્રોફેશનલિઝમની ઘણી ચર્ચા થઈ. લોકોએ અલીમ દારના ભરપેટ વખાણ કર્યા છે.
વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપઃ પૂજા ઢાંડાએ જીત્યો બ્રોન્ઝ, રિતુ ફોગાટ અને સાક્ષી મલિકનો પરાજય
શ્રીલંકાએ આ મેચ 219 રને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ સામે આ તેનો સૌથી મોટો વિજય છે. જોકે, આ વિજયનો શ્રેણી પર કોઈ ફરક પડ્યો નહીં અને ઈંગ્લેન્ડે શ્રેણી 3-1થી જીતી લીધી હતી. બંને દેશ વચ્ચે એકમાત્ર ટી20 મેચ હવે 27મી ઓક્ટોબરે રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે