Home> Sports
Advertisement
Prev
Next

પાક ક્રિકેટર હસન અલીએ ભારતીય યુવતી સામિયા સાથે દુબઈમાં કર્યાં લગ્ન

પાકિસ્તાન ક્રિકેટર હસન અલીએ ભારતીય મૂળની એન્જિનિયર યુવતી સામિયા આરઝૂ સાથે દુબઈમાં લગ્ન કરી લીધા છે. 
 

પાક ક્રિકેટર હસન અલીએ ભારતીય યુવતી સામિયા સાથે દુબઈમાં કર્યાં લગ્ન

દુબઈઃ પાકિસ્તાન ક્રિકેટર હસન અલી અને ભારતીય એયરોનોટિકલ એન્જિનિયર સામિયા આરઝૂના લગ્ન મંગળવારે દુબઈમાં સંપન્ન થયા હતા. બંન્નેના નિકાહ અહીંની પ્રખ્યાત હોટલ 'એટલાન્ટિસ, ધ પામ'માં એક ખાનગી સમારોહ દરમિયાન થયા હતા, જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિકાહ સેરેમની માટે હોટલના બે અલગ-અલગ બોલરૂમ્સ (હોલ)ને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. પરંપરા પ્રમાણે દુલ્હનની રૂખસત (વિદાઇ) ત્રણ મહિના બાદ થશે. 

fallbacks

લગ્ન સમારોહ દરમિયાન સામિયાએ લાલ કલરનો લહેંગો પહેર્યો હતો, આ દરમિયાન તેણે હાથમાં ભારતીય અંદાજમાં બંગડી, પાટલા પહેર્યા હતા, તેણે માથુ દુપટ્ટાથી ઢાંક્યું હતું. જ્યારે વરરાજા હસન અલીએ કાળા અને ગ્રે કલરની શેરવાની પહેરી હતી. શાદાબ ખાનને છોડીને આ લગ્નમાં મોટા ભાગના પાકિસ્તાની ક્રિકેટર ગેરહાજર રહ્યાં હતા. 

આ પહેલા સોમવારે રાત્રે દુબઈમાં મેહંદી સેરેમની યોજાઇ હતી. જેમાં હસન અલીએ ભાંગડા પણ કર્યાં હતા. લગ્ન પહેલા આ કપલે પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મહત્વનું છે કે હાલમાં પાકિસ્તાન ટીમના કમામ ખેલાડી પ્રી-સિઝન કેમ્પમાં ભાગ લઈ રહ્યાં છે, આ કારણે હસનને પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લગ્ન માટે માત્ર છ દિવસની રજા આપી છે. 

હસન અલી કોઈપણ ભારતીય યુવતીને હમસફર બનાવનાર ચોથો પાકિસ્તાની ક્રિકેટર બની ગયો છે. આ પહેલા ઝહીર અબ્બાસ, મોહસિન ખાન અને શોએબ મલિકે પણ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More