નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019)ની 12મી સિઝનમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટના ટ્રેન્ડ અનેક ઘટનાઓની આજુ-બાજુ ઘુમી રહ્યાં છે. તેમાંથી એક ઘટના જેની અસર અત્યાર સુધી યથાવત છે, તે છે અશ્વિનનો જોસ બટલરને માંકડિંગ આઉટ કરવો. આ ઘટનાના ઘણા મેચ બાદ પણ બેટ્સમેનોના મનમાં અશ્વિનને લઈને ડર બનેલો છે.
શનિવારે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે યોજાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' એટલે કે શિખર ધવન પણ અશ્વિનથી ડરેલો જોવા મળ્યો હતો. હકીકતમાં અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો ત્યારે શિખર ધવન નોન સ્ટ્રાઇક એન્ડ પર ઉભો હતો. તે રન લેવા માટે ક્રીઝથી આગળ નિકળ્યો, પરંતુ અશ્વિનને જોતા ફરી ક્રિઝમાં આવી ગયો હતો.
WATCH: Shikhar's dance moves on the crease
— IndianPremierLeague (@IPL) April 20, 2019
મહત્વનું છે કે, આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબના મુકાબલામાં ડેવિડ વોર્નર પણ અશ્વિનથી ડરીને ક્રીઝની અંદર પરત આવી ગયો હતો. તો દિલ્હીની ટીમે 10 મેચોમાં છ વિજયની સાથે 12 પોઈન્ટ લઈને તેણે પ્લેઓફ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે.
Shikhar Dhawan is extremely cautious against Ravi Ashwin 😂 #DCvKXIP #IPL2019 pic.twitter.com/WNuZhSkwxe
— Deepak Raj Verma (@DeVeDeTr) April 20, 2019
પંજાબે 20 ઓવરમાં સાત વિકેટ પર 163 રન બનાવ્યા જ્યારે દિલ્હીએ 19.4 ઓવરમાં પાંચ વિકેટ પર 166 રન બનાવીને જીત પોતાના નામે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે