નવી દિલ્હીઃ આઈપીએલ 2021 (IPL 2021) માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) તરફથી રમી રહેલાસૌરાષ્ટ્રના ચેતન સાકરિયા (Chetan Sakariya) એ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) સાથે ડેટ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાકરિયાએ સોમવારે આઈપીએલમાં પર્દાપણ કર્યુ હતું. તેણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ ત્રણ વિકેટ ઝડપી હતી.
સાકરિયાએ પર્દાપણ આઈપીએલ મેચમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી
સાકરિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં (Wankhede Stadium) રમાયેલી મેચમાં ચાર ઓવરમાં 31 રન આપી પંજાબના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રાજસ્થાને સાકરિયાને આઈપીએલ ઓક્શનમાં 1.20 કરોડમાં પોતાની સાથે જોડ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીએ બુધવારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો જેમાં ફાસ્ટ બોલર આકાશ સિંહ અને ચેતન સાકરિયા મસ્તીભર્યા અંદાજમાં એક બીજાનું ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં છે.
.@Sakariya55 wants to take @ananyapandayy out on a date! 😱
You can’t miss this rapid-fire 👇#HallaBol | #RoyalsFamily pic.twitter.com/a0wdDpYevz
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2021
યુવરાજ સિંહને આદર્શ માને છે સાકરિયા
વીડિયોમાં ચેતન જણાવે છે કે યુવરાજ સિંહ તેનો આઇડલ છે. ચેતને કહ્યુ કે, બાળપણમાં જે સિક્સ ફટકારતા હતા તેને પસંદ કરવામાં આવતા હતા. તેથી તે યુવીને પસંદ કરતો હતો. સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમનાર સાકરિયાએ કહ્યુ કે, તેણે બેટ્સમેન તરીકે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું.
આ પણ વાંચોઃ ICC ODI Rankings: વિરાટ કોહલીની બાદશાહત ખતમ, બાબર આઝમે તાજ છીનવ્યો
અનન્યા પાંડે માટે કહી આ વાત
આકાશ સિંહે જ્યારે ચેતનને પૂછ્યુ કે તે કઈ બોલીવુડ અભિનેત્રીને ડેટ પર લઈ જવા ઈચ્છે છે તો બોલરે જવાબમાં અનન્યા પાંડેનું નામ લીધુ. સાકરિયાએ કહ્યુ કે, તે ખુબ સુંદર છે અને અનન્યાની સાથે કોઈ બીચ પર કોફીની મજા લેવા ઈચ્છશે. રાજસ્થાન રોયલ્સ આઈપીએલમાં પોતાની બીજી મેચમાં ગુરૂવારે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. આ મુકાબલા દ્વારા ટીમ જીતનું ખાતુ ખોલવા ઈચ્છશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે